
અમદાવાદઃ રાજ્યમાં ખાનગી સ્કૂલોની ફી માટેના રેગ્યુલેશન એક્ટ 2017 હેઠળ રાજ્યમાં ચાર ઝોનમાં ફી કમિટીની રચના કરવામાં આવી હતી. જેના ઉપર સ્કૂલોની અપીલ ફી રિવિઝન કમિટી રચાઈ હતી. જો કે, લાંબા સમયથી કમિટીમાં સભ્યોની જગ્યાઓ ખાલી હતી. જો કે,સરકારે નવી સ્ટેટ લેવલ ફી રિવિઝન કમિટીની રચના કરી છે. જેમાં અધ્યક્ષ તરીકે હાઈકોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ વી.પી.પટેલ, ઉપાધ્યક્ષ તરીકે હાઈકોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ રાજેન્દ્ર એમ.સરીન, સ્કૂલ સંચાલક મંડળના પ્રતિનિધિ સભ્ય તરીકે સરતાનભાઈ દેસાઈ અને સીએ સભ્ય તરીકે નરેશ કેલાની નિમણુંક કરવામાં આવી છે. કમિટીમાં નિમણુંક પામનાર સરતાનભાઈ દેસાઈને જાણીતા ગુજરાતી ન્યૂઝ પોટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે શુભકામનાઓ પાઠવી છે.
નવી સ્ટેટ લેવલ ફી રિવિઝન કમિટીમાં સ્કૂલ સંચાલકના મંડળના પ્રતિનિધિ સભ્ય તરીકે નિમણુંક પામનાર સરતાનભાઈ દેસાઈ ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠામાં વિવિધ સેવાકીય પ્રવૃતિમાં જોડાયેલા છે. આ ઉપરાંત ભાભરની જાણીતી રાધે ઈન્ટરનેશનલ સ્કૂલમાં ટ્રસ્ટી તરીકે વર્ષોથી સેવા આપી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફી કમિટી દ્વારા કરવામાં આવતા આદેશ-નિર્ણયની સામે ખાનગી સ્કૂલો ફી રિવિઝન કમિટી સમક્ષ અપીલ કરે છે. હાલ અમાવાદ સહિત વિવિધ જિલ્લાની કુલ 68 જેટલી ખાનગી સ્કૂલોની અરજી કમિટી સમક્ષ પેન્ડીંગ પડી છે. આ અરજીઓ ઉપર હવે ટુંક સમયમાં જ નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે.