1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત પોલીસના કર્મચારીઓનો પગાર ગ્રાન્ટના અભાવે અટક્યો
ગુજરાત પોલીસના કર્મચારીઓનો પગાર ગ્રાન્ટના અભાવે અટક્યો

ગુજરાત પોલીસના કર્મચારીઓનો પગાર ગ્રાન્ટના અભાવે અટક્યો

0
Social Share

ગાંધીનગર 31 ડિસેમ્બર 2025: Gujarat Police employees’ salaries stopped due to lack of grant ગુજરાતમાં પોલીસ વિભાગના કર્મચારીઓનો પગાર ગ્રાન્ટના અભાવે અટક્યો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. પૂરતી ગ્રાન્ટ ન હોવાને કારણે ડિસેમ્બર-2025ના પગાર બિલો નિયત સમય મર્યાદા 23 ડિસેમ્બર સુધીમાં તિજોરી કચેરીમાં રજૂ કરી શકાયા નથી. જો કે આ વિલંબ પાછળ વહીવટી બેદરકારી જવાબદાર હોવાનું મનાય છે. ગ્રાન્ટ રિલીઝ કરવામાં થયેલી વિલંબિત પ્રક્રિયા સામે પોલીસ બેડામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં નાગરિકોની  સુરક્ષા માટે રાત-દિવસ એક કરતા પોલીસ જવાનોના પગાર માટે ‘ગ્રાન્ટ’ ખૂટી પડી છે. ગૃહ અને પોલીસ વિભાગના એક પત્રએ પોલીસ કર્મચારીઓ પ્રત્યેની સંવેદનશીલતા સામે સવાલો ઉભા કર્યા છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવતા હજારો પોલીસ કર્મચારીઓને નવા વર્ષની શરૂઆતમાં પગારથી વંચિત રહેવુ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સત્તાવાર પત્ર મુજબ, પૂરતી ગ્રાન્ટ ન હોવાને કારણે ડિસેમ્બર-2025ના પગાર બિલો નિયત સમય મર્યાદા 23 ડિસેમ્બર સુધીમાં તિજોરી કચેરીમાં રજૂ કરી શકાયા નથી. આ વિલંબ પાછળ વહીવટી બેદરકારી જવાબદાર હોવાનું મનાય છે.

ગ્રાન્ટની આ અછતને કારણે તમામ પોલીસ કમિશનર અને રેન્જ કચેરીઓ, સી.આઈ.ડી. ક્રાઈમ, ઈન્ટેલીજન્સ અને રેલ્વે વિભાગ, હથિયારી એકમો અને એસ.સી.આર.બી. ગાંધીનગર, તમામ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીઓને નિયત તારીખે પગાર મળી શકશે નહીં. ગુજરાત સરકાર જ્યારે કરોડોના ખર્ચે કાર્યક્રમોના આયોજનમાં વ્યસ્ત છે, ત્યારે રક્ષકોને પોતાના પરિવારના ગુજરાન અને બેંકના હપ્તા ભરવા માટે પગારની રાહ જોવી પડશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code