1. Home
  2. ગુજરાતી
  3. ગુલશન કુમારની પુત્રી અને લોકગાયિકા તુલસી કુમાર સેટ પર ઇજાગ્રસ્ત
ગુલશન કુમારની પુત્રી અને લોકગાયિકા તુલસી કુમાર સેટ પર ઇજાગ્રસ્ત

ગુલશન કુમારની પુત્રી અને લોકગાયિકા તુલસી કુમાર સેટ પર ઇજાગ્રસ્ત

0
Social Share

લોકપ્રિય ગાયક તુલસી કુમાર તાજેતરમાં તેના આગામી મ્યુઝિક વીડિયોના શૂટિંગના સેટ પર અકસ્માતનો ભોગ બની હતી. ગાયિકા શૂટિંગ કરી રહી હતી ત્યારે તેની પાછળની દિવાલ તૂટી પડી હતી, આ સમગ્ર ઘટનાનો વિડીયો બહાર આવ્યો છે.

જે વીડિયો સામે આવ્યો છે તેમાં તુલસી કુમાર તેના આગામી વીડિયોનું શૂટિંગ કરતી જોવા મળી રહી છે. શૂટિંગ માટે સ્ટુડિયોમાં એક રૂમનો સેટ બનાવવામાં આવ્યો હતો. તેના હાથમાં મોબાઈલ પકડીને તુલસી શોટ આપી રહી હતી ત્યારે તેની જમણી બાજુની દિવાલ પડી હતી. તુલસી કુમાર અને સેટ પર હાજર ક્રૂ મેમ્બર્સ કંઈ સમજે તે પહેલા તેની પાછળની દિવાલ તેના પર પડવા લાગી. સેટ પર હાજર એક સ્ટાફ મેમ્બરે તરત જ દિવાલને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પહેલા તુલસીને દિવાલ પરથી જોરદાર ધક્કો લાગ્યો અને તે આગળ ધસી ગઈ. સેટ પરથી સામે આવેલા વિડિયોમાં તુલસી અકસ્માત બાદ પીડામાં જોઈ શકાય છે. સેટ પર હાજર લોકોએ તરત જ તેને સપોર્ટ કર્યો. જ્યારે ક્રૂ મેમ્બરોએ દિવાલ પકડી હતી. જો તુલસી સમયસર આગળ ન ખસી હોત તો સેટ પર મોટી દુર્ઘટના થઈ શકી હોત.

તુલસી કુમાર ટી-સીરીઝના સંસ્થાપક ગુલશન કુમારની પુત્રી છે. ગુલશન કુમારના નિધન બાદ ટી-સીરીઝની જવાબદારી તેમના ભાઈ ભૂષણ કુમારે લીધી છે. તુલસીએ 2009ના મ્યુઝિક આલ્બમ “લવ હો જાયે”થી તેની ગાયકી કારકિર્દીની શરૂઆત કરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code