ગુજરાતમાં 141 તાલુકામાં માવઠું, સૌથી વધુ અમરેલીના રાજુલામાં 3 ઇંચ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠું થતાં ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં કમોસમી વરસાદની સૌથી વધુ અસર જોવા મળી છે. શુક્રવારથી છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં 3.46 ઇંચથી વધુ કમોસમી વરસાદ ખાબક્યો છે. જ્યારે ખાંભામાં 2.99 ઇંચ, ભાવનગરના તળાજામાં 2.48 ઇંચ, અમરેલીના જાફરાબાદમાં 2 ઇંચ, ભાવનગરના મહુવામાં 1.93 ઇંચ, ગીર સોમનાથ ઉનામાં 1.61 ઇંચ, દેવભૂમિ દ્વારકાના ભાનવડમાં 1.50 ઇંચ, ખંભાળિયામાં 1.14 ઇંચ, સુરેન્દ્રનગરના લીમડી અને ચુડામાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો છે.
જ્યારે સુરેન્દ્રનગરના થાનગઢ, જામનગરના કાલાવડ, બોટાદના બરવાળા, નવસારીના ગણદેવી, વલસાડના વાપી, પોરબંદરના રાણાવાવ સહિત 129 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ ખાબક્યો છે.


