
આતંકીઓના આકા પાકિસ્તાન સામે ભારત વધુ આકરી કાર્યવાહી કરશે, FATFમાં કરશે રજૂઆત
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર પછી, ભારતે પાકિસ્તાન સામે બીજી મોટી કાર્યવાહીની તૈયારી કરી લીધી છે. ભારત પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં સામેલ કરવા માટે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) સાથે વાત કરી શકે છે. FATFનું કામ મની લોન્ડરિંગ અને આતંકવાદ માટે નાણાકીય સહાય પર નજર રાખવાનું છે. આ એક વૈશ્વિક સંસ્થા છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. આમાં પાકિસ્તાનનો હાથ હતો.
પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વધારે તંગ બન્યાં હતા. તેમજ પાકિસ્તાનની સામે ભારતે આકરી કાર્યવાહી કરી હતી. તેમજ સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરી હતી. આ ઉપરાંત પાકિસ્તાની નાગરિકોને આપેલા તમામ વિઝા કરીને તેમને ભારત છોડવાનો નિર્દેશ કર્યો હતો. આ ઉપરાંત ડિજીટલ સ્ટાઈક કરીને સોશિયલ મીડિયાના અનેક એકાઉન્ટસ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાનમાં ધમધમતા નવ જેટલા આતંકવાદી કેમ્બ ઉપર હવાઈ હુમલો કર્યો હતો. જેમાં 100થી વધારે આતંકવાદીઓના મોત થયાં હતા.