ISRO: દેશનો સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-3 લોન્ચ થશે
બેંગલોર: ભારતીય અવકાશ સંશોધન સંગઠન ISRO આજે સાંજે 5 વાગીને 26 મિનિટે દેશના સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-03 લોન્ચ કરશે. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરાશે.CMS-03 એક મલ્ટી-બેન્ડ લશ્કરી સંચાર ઉપગ્રહ છે, જેને GSAT-7R તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ ઉપગ્રહને દેશના સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ વ્હીકલ માર્ક-LVM3 પરથી લોન્ચ કરાશે. ISRO એ જણાવ્યું કે CMS-03 એક મલ્ટી-બેન્ડ સંચાર ઉપગ્રહ છે જે જમીન સહિત વિશાળ સમુદ્રી ક્ષેત્રમાં સેવાઓ પૂરી પાડશે. આ ઉપગ્રહ નૌકાદળ માટે કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કરશે.
tags:
Aajna Samachar Breaking News Gujarati CMS-3 Country's heaviest communication satellite CMS-3 Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar isro Latest News Gujarati launches local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar viral news


