અમદાવાદ તા.25 ડિસેમ્બર 2025: Kankaria Carnival begins શહેરમાં કાંકરિયા લેક ખાતે દર વર્ષની જેમ આજથી કાંકરિયા કાર્નિવેલ-2025નો રંગેચંગે પ્રારંભ કરાયો છે. આજે સાંજે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રંગારંગ કાર્યક્રમોનો શુભારંભ કરાવશે. તા. 31મી ડિસેમ્બર સુધી યોજાનારા કાર્નિવેલમાં લોકડાયરા સહિત અવનવા અનેક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. કાલે લોકોત્સવમાં રામસભામાં અમે રમવાને ગ્યાં’તાં ” પ્રભાતિયાનું પર્વ ઊજવાશે. જેમાં ગુજરાતના યુવા કલાકારો જૈમિન વૈદ્ય, ઉપાસના વ્યાસ, નીલ વ્યાસ, મિહિર પંડ્યા પ્રસ્તુતિ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંગીત સંચાલન કીર્તન ધારેખાન કરશે જ્યારે શાબ્દિક લાલિત્ય દધીચિ ઠાકર રજુ કરશે,
અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2025નો આજથી પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાંજે 7 વાગ્યે કાર્નિવલનો શુભારંભ થશે, એક સપ્તાહ સુધી ચાલનારા રંગારંગના કાર્યક્રમમાં શહેરીજનો ઉમટી પડશે. કાર્નિવેલ દરમિયાન લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રખ્યાત ગાયક કિર્તીદાન ગઢવી પોતાના સુરોથી માહોલને રંગીન કરશે. આ વર્ષે કાર્નિવલમાં નવા આકર્ષણો જેમ કે ડ્રોન શો, પાયરો શો (આગ સાથે ડાન્સ), પેટ ફેશન શો અને લાઈટ એન્ડ સાઉન્ડ શો સાથે લોકોને મફત પ્રવેશ આપવામાં આવશે, જે 31 ડિસેમ્બર સુધી ચાલશે. લોકોત્સવ ‘ કાંકરિયા કાર્નિવલ ‘ માં આવતી કાલે 26મીને શુક્રવારે પ્રભાતિયાનો ઉપક્રમ સાતત્યપૂર્વક યોજાશે. જેમાં ગુજરાતના યુવા કલાકારો સર્વશ્રી જૈમિન વૈદ્ય, ઉપાસના વ્યાસ, નીલ વ્યાસ, મિહિર પંડ્યા પ્રસ્તુતિ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંગીત સંચાલન કીર્તન ધારેખાન કરશે તો વળી, શાબ્દિક લાલિત્ય દધીચિ ઠાકર રજુ કરશે.
શહેરમાં તા. 25થી 31 ડિસેમ્બર સુધી યોજાનારા કાંકરિયા કાર્નિવલમાં VVIPની સાથે મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી પોલીસે આગોતરૂ આયોજન કર્યુ છે. શહેર ટ્રાફિક પોલીસે કાંકરિયા લેકની આસપાસનો કેટલોક વિસ્તાર નો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ અને નો યુટર્ન જાહેર કર્યો છે. કાંકરિયા કાર્નિવલમાં તમામ લોકોને વહેલી સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ફ્રીમાં એન્ટ્રી મળશે. 7 દિવસમાં કાંકરિયા કાર્નિવલમાં ગુજરાતી ગાયક કલાકારો જેમાં કિર્તીદાન ગઢવી, ગીતાબેન રબારી, ઈશાની દવે, બ્રિજદાન ગઢવી સહિતના કલાકારો પરફોર્મન્સ કરશે.
કાર્નિવલ માણવા માટે દર વર્ષે સાત દિવસમાં લાખોની સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય છે ત્યારે કાંકરિયા પરિસરમાં ભીડ ન થાય અને ભાગદોડથી કોઈ દુર્ઘટના ન થાય તેના માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટ કરવા સૌપ્રથમ વખત ટેકનોલોજીનો ઉપયોગ કરશે. કાંકરિયાના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર હેડ કાઉન્ટ કેમેરા લગાવી તેની મદદથી કાંકરિયા પરિસરમાં કેટલા લોકો પ્રવેશ કર્યો અને કેટલા હાલમાં હાજર છે, તેનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. જો ભીડ 80 હજારથી 1 લાખ આસપાસ થઈ જાય તો તાત્કાલિક ધોરણે ગેટ બંધ કરવા માટેની સૂચના અપાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.


