1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શિવરાત્રીના મેળાને લીધે ગિરનાર નેચર સફારી પાર્કમાં રવિવાર સુધી સિંહ દર્શન બંધ
શિવરાત્રીના મેળાને લીધે ગિરનાર નેચર સફારી પાર્કમાં રવિવાર સુધી સિંહ દર્શન બંધ

શિવરાત્રીના મેળાને લીધે ગિરનાર નેચર સફારી પાર્કમાં રવિવાર સુધી સિંહ દર્શન બંધ

0
Social Share

જુનાગઢ,12 ફેબ્રુઆરી 2026:   શહેરમાં ગિરનારની તળેટી ભવનાથ ખાતે શિવરાત્રીના મેળાનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે. ગામ-પરગામના મોટા સંખ્યામાં લોકો મેળાને મહાલવા ઉમટી પડ્યા છે. 5 દિવસીય મેળામાં સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં આવ્યા છે. અને ઠેર ઠેર ધૂણો કરીને મહાદેવજીની આરાધના કરી રહેલા જોવા મળી રહ્યા છે. દરમિયાન શહેર નજીક આવેલા ગિરનાર નેચર સફારી પાર્કમાં શિવરાત્રીના મેળાને લીધે તારીખ 15 ફેબ્રુઆરી સુધી સિંહ દર્શન બંધ રહેશે.  તારીખ 16 ફેબ્રુઆરીને સોમવારથી રાબેતા મુજબ સિંહ દર્શન કરી શકાશે.

જૂનાગઢ ડીસીએફ અક્ષય જોષીએ જણાવ્યુ છે. કે,  ગિરનારની તળેટી ભવનાથમાં શિવરાત્રીનો મેળાનો પ્રારંભ થઈ ગયો છે. અને તારીખ 15 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રિનો મીનીકુંભ મેળો યોજાશે.જેને લઇને દોલતપરા ગેઇટ નજીક આવેલા ગિરનાર નેચર સફારીમાં પ્રવાસીઓ માટે તારીખ 15 ફેબ્રુઆરી દરમિયાન સિંહ દર્શન બંધ રહેશે. તેમજ ઓનલાઇન બુકીંગમાં પણ સ્લોટ બંધ રહેશે. હાલ મહા શિવરાત્રીના મેળાને લઇને વન વિભાગનો તમામ સ્ટાફ બંદોબસ્તમાં છે.ભવનાથમાં વન્યપ્રાણીઓની અવર- જવર પણ રહેતી હોય છે જેને લઇને કોઇ આકસ્મિક બનાવ ન બને તે માટે સ્ટાફની નિમણુક કરવામાં આવી છે. તેથી જૂનાગઢ ગિરનાર નેચર સફારી મુલાકાતીઓ માટે 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. અને 16 ફેબ્રુઆરીથી રાબેતા મુજબ શરૂ થશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code