1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અરવલ્લીમાં ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઈવમાં અનેક વાહનચાલકો દંડાયા
અરવલ્લીમાં ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઈવમાં અનેક વાહનચાલકો દંડાયા

અરવલ્લીમાં ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઈવમાં અનેક વાહનચાલકો દંડાયા

0
Social Share

મોડાસા, 12 એપ્રિલ 2026: Many motorists fined in traffic police mega drive સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા જિલ્લા પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે વિશેષ સંયુક્ત ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ ડ્રાઇવમાં જિલ્લા ટ્રાફિક, હાઈવે ટ્રાફિક, ઇન્ટરસેપ્ટર કાર અને હાઈવે પેટ્રોલની ટીમો સક્રિય છે. પોલીસની ટ્રાફિક ડ્રાઈવમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા અનેક વાહનચાલકો દંડાયા હતા.

અરવલ્લીના મોડાસા શહેર સહિત જિલ્લાના તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. મોડાસા શહેરના પેલેટ ચારરસ્તા ખાતે ટ્રાફિક PSI વી.એસ. ધોકડીયા અને તેમની ટીમે મેગા ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી. આ ડ્રાઇવ દરમિયાન બ્લેક ફિલ્મ લગાવેલી કારો, ઓવરલોડિંગ વાહનો, ફોગ લાઈટનો ગેરઉપયોગ કરનારા અને ઓવરસ્પીડિંગ કરતા વાહનચાલકો સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા. પોલીસે દંડ ફટકારવા ઉપરાંત, બ્લેક ફિલ્મ લગાવેલી કારો પરથી સ્થળ પર જ ફિલ્મ ઉતરાવી કાયદાનું પાલન કરાવ્યું હતું.

આ કાર્યવાહીથી અન્ય વાહનચાલકોમાં પણ નિયમો પ્રત્યે જાગૃતિ અને સાવચેતી જોવા મળી રહી છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ ટ્રાફિક ડ્રાઇવ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત ચાલુ રહેશે.  નિયમોનો ભંગ કરનારાઓ સામે કોઈપણ પ્રકારની નરમાઈ દાખવવામાં આવશે નહીં. અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસ આગામી દિવસોમાં પણ નિયમ તોડનારાઓ સામે વધુ કડક કાર્યવાહી કરશે. પોલીસની ટ્રાફિક ડ્રાઈવમાં નિયમોનો ભંગ કરનારા અનેક વાહનચાલકો દંડાયા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code