
રશિયન ઔદ્યોગિક પ્લાન્ટમાં આગ લાગ્યા બાદ થયો પ્રચંડ વિસ્ફોટ, 20 લોકોના મોત
મોસ્કોઃ રશિયાના રિયાઝાન ક્ષેત્રમાં એક ઔદ્યોગિક પ્લાન્ટમાં આગ લાગી હતી, જેમાં 11 લોકો માર્યા ગયા અને 134 અન્ય ઘાયલ થયા હતા. મોસ્કોથી લગભગ 250 કિમી દક્ષિણપૂર્વમાં શિલોવ્સ્કી જિલ્લામાં સ્થિત ઇલાસ્ટીક પ્લાન્ટમાં આગ લાગી હતી.
રશિયન કટોકટી મંત્રાલયે જણાવ્યું કે કટોકટી ટીમોએ સપ્તાહના અંતે કાટમાળ શોધવાનું ચાલુ રાખ્યું અને રાત્રે બે વધારાના મૃતદેહ મળી આવ્યા હતા. રશિયન રાજ્ય સમાચાર એજન્સી RIA નોવોસ્ટી અનુસાર, ફેક્ટરીમાં ગનપાઉડર વર્કશોપમાં આગ લાગી, જેના કારણે વિસ્ફોટ થયો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ કરાયેલા 29 ઘાયલો શનિવારે પણ હોસ્પિટલમાં રહ્યા હતા. આમાંથી 13 લોકોને રિયાઝાનના તબીબી કેન્દ્રોમાં અને 16 લોકોને મોસ્કોના તબીબી કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાદેશિક અધિકારીઓએ જણાવ્યું કે રાત્રે કાટમાળ નીચેથી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તપાસકર્તાઓએ આગના કારણની પ્રાથમિક તપાસ શરૂ કરી છે. સ્થાનિક અધિકારીઓએ સોમવારે રિયાઝાન પ્રદેશમાં શોક દિવસની જાહેરાત કરી.