
ઈરાકના અલ-ફુટ શહેરની એક બહુમાળી ઈમારતમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ આગ ઉપર કાબુ મેળવવા માટે કવાયત શરૂ કરી હતી. આગે ગણતરીની મિનિટોમાં વિકરાટ સ્વરૂપ ઘારણ કર્યું હતું, તેમજ સમગ્ર ઈમારતમાં આગ ફેલાઈ હતી. આગની આ ઘટનામાં અત્યાર સુધીમાં 50થી વધારે વ્યક્તિના મોત થયાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
પૂર્વી ઇરાકના અલ-કુટ શહેરમાં એક હાઇપરમાર્કેટમાં ભીષણ આગ લાગવાથી 50 લોકોના મોત થયા છે. ઇરાકની ન્યૂઝ એજન્સી (INA) એ પ્રાંતીય ગવર્નરને ટાંકીને આ માહિતી આપી છે. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે આખી રાત પાંચ માળની ઇમારતમાં આગની જ્વાળાઓ વધતી રહી હતી.
અહેવાલ મુજબ, અગ્નિશામકો આગ ઓલવવામાં રોકાયેલા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. હાલમાં, આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. જ્યારે, પ્રાંતીય ગવર્નરે કહ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. તેના પ્રારંભિક પરિણામો 48 કલાકમાં જાહેર કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે ઘટનાને ધ્યાનમાં રાખીને, અમે ઇમારત અને મોલના માલિક સામે કેસ દાખલ કર્યો છે.