
નવી દિલ્હીઃ અમેરિકામાં સત્તામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક ચોંકાવનારા નિર્ણય લેવામાં આવ્યાં છે. તેમજ અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા નાગરિકોને પરત તેમના દેશ મોકલી આપવાનું અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ચાર દેશના લોકોના કાનૂની રક્ષણો રદ કરવાની વિચારણા ચાલી રહી છે.
ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ સતત ટેનમાં નિવેદન અને કાર્યોથી ચર્ચામાં છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે શુક્રવારે જાહેરાત કરી હતી કે તે યુનાઇટેડ સ્ટેટ્સમાં ક્યુબન, હૈતીયન, નિકારાગુઆન અને વેનેઝુએલાના લોકોના કાનૂની રક્ષણને રદ કરશે. આ નિર્ણયની અસર એ થશે કે લગભગ એક મહિનામાં 530,000 લોકોને અમેરિકા છોડવું પડી શકે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામેની કાર્યવાહી સતત વધારી રહ્યા છે. આ ચાર દેશોના ઇમિગ્રન્ટ્સ ઓક્ટોબર 2022 માં નાણાકીય સ્પોન્સર સાથે યુનાઇટેડ સ્ટેટ્સ આવ્યા હતા. તેમને અમેરિકામાં રહેવા અને કામ કરવા માટે બે વર્ષની પરવાનગી આપવામાં આવી હતી. હવે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ જાહેરાત કરી છે કે 24 એપ્રિલે ફેડરલ રજિસ્ટરમાં નોટિસ પ્રકાશિત થયાના 30 દિવસ પછી આવા લોકો તેમનો કાનૂની દરજ્જો ગુમાવશે.