1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હીલ સ્ટેશન ગણાતા માઉન્ટ આબુમાં માઈનસ-2 ડિગ્રી, રસ્તાઓ પર બરફના થર જામ્યા
હીલ સ્ટેશન ગણાતા માઉન્ટ આબુમાં માઈનસ-2 ડિગ્રી, રસ્તાઓ પર બરફના થર જામ્યા

હીલ સ્ટેશન ગણાતા માઉન્ટ આબુમાં માઈનસ-2 ડિગ્રી, રસ્તાઓ પર બરફના થર જામ્યા

0
Social Share
  • ઠંડીની મોજ માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યાં,
  • સમી સાંજ બાદ પ્રવાસીઓ ઠંડીથી બચવા હોટલમાં પુરાઈ જાય છે
  • દિવસ દરમિયાન નખી લેક પર પ્રવાસીઓનો જામતો જમાવડો

અમદાવાદઃ ગુજરાત નજીક આવેલા રાજસ્થાનના હીલ સ્ટેશન એવા માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઈનસ 2 ડિગ્રીએ નીચે ઉતરતા બર્ફિલો માહોલ જામ્યો છે. કડકડતી ઠંડીમાં પણ બર્ફિલા માહોલને માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. હાડ થીજવતી કડકડતી ઠંડીને કારણે સમગ્ર માઉન્ટ આબુ બરફની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું હતું. જાહેર રોડ-રસ્તાઓ પર બરફના થર જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકો અને પર્યટકો પોતાની કાર પર જામી ગયેલા બરફને હાથથી હટાવતા નજરે પડ્યા હતા.

માઉન્ટ આબુના આહલાદક અને ઠંડા વાતાવરણનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા છે. ખાસ કરીને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચ્યા છે. પ્રખ્યાત નખી તળાવ પાસે વહેલી સવારથી જ પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે, જેઓ આ કાતિલ ઠંડી અને કુદરતી સૌંદર્યની મજા માણી રહ્યા છે. જોકે સાંજ પડતા પ્રવાસીઓ ઠંડીથી બચવા હોટલ પર પરત ફરી રહ્યા છે. જોકે દિવસ દરમિયાન પ્રવાસીઓ નખી લેક પર મુકામ કરીને પ્રવાસનો આનંદ માણી રહ્યા છે.

માઉન્ટમાં માઈનસ તાપમાનને કારણે વહેલી સવારે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી. લોકોએ ઠંડીથી બચવા માટે તાપણા અને ગરમ વસ્ત્રોનો સહારો લીધો હતો. આગામી દિવસોમાં ઠંડીનો પારો હજુ પણ નીચે જવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતથી માઉન્ટ આબુ ગયેલા પ્રવાસીઓના કહેવા મુજબ માઉન્ટમાં માઈનસ ટેમ્પરેચર છે,. બર્ફિલા માહોલને માણવામાં બાળકોને  ખૂબ મજા આવે છે. પ્રવાસીઓ ખૂબ મજા માણી રહ્યા છે. અહીં ઠંડીમાં બહુ મજા આવી રહી છે. એટલે અમારા બીજા મિત્રો છે એને પણ બોલાવીએ છીએ કે માઉન્ટ આબુમાં ઠંડીને માણવા માટે આવવું જોઈએ,

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code