1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીમાં ભાજપના 40થી વધુ કોર્પોરેટરોને ટિકિટ નહીં મળે
અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીમાં ભાજપના 40થી વધુ કોર્પોરેટરોને ટિકિટ નહીં મળે

અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીમાં ભાજપના 40થી વધુ કોર્પોરેટરોને ટિકિટ નહીં મળે

0
Social Share

અમદાવાદ, 3 એપ્રિલ 2026: More than 40 BJP corporators will not get tickets  શહેરમાં મ્યુનિ,કોર્પોરેશનની ચૂંટણીની જાહેરાત થતાં જ ભાજપે ઉમેદવારોની પસંદગીની પ્રકિયા હાથ ધરી છે. ભાજપ દ્વારા શહેરના તમામ 48 વોર્ડમાં સેન્સ પ્રકિયા હાથ ધરવામાં આવી છે. જેમાં દાવોદાર ઉમેદવારોના રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ જાવો મળી રહી છે. ભાજપે નક્કી કરેલા નિરીક્ષકો ટિકિટ વાંછુકોને સાંભળીને રિપોર્ટ ચૂંટણી સમિતિને મોકલાશે. પરંતું ભાજપના ટિકિટના બનાવેલા નિયમોને લીધે ક્રાઈટ એરિયામાં આવતા ન હોય તેવા 40 થી વધુ કોર્પોરેટરની ટિકિટ આપવામાં આવશે નહી,

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે ભાજપે કેટલાક નિયમો બનાવ્યા છે. કેવા ઉમેદવારોની પસંદગી કરવી તે માટે ભાજપની ચૂંટણી સમિતિએ કેટલાક મહત્વના નિયમો બનાવ્યા છે. આ સાથે ભાજપે ઉમેદવારી ફોર્મ પણ જાહેર કર્યું છે. જેમાં સંગઠનમાં નિભાવેલી જવાદારીઓની સાથે સાથે કોઈ કેસ છે કે નહીં, સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ અને ફોલોઅર્સની સંખ્યા પણ પૂછવામાં આવી છે. ભાજપના ટિકિટ માટેના નિયમો બનાવ્યા છે જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને ટિકિટ નહીં આપવામાં આવે, તથા ત્રણ ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારને પણ ફરી મોકો નહીં મળશે. આ ઉપરાંત એક પરિવારમાંથી એક જ વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે. આ નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવશે તો ભાજપના 40 થી વધુ કોર્પોરેટરોની ટિકિટ કપાઈ શકે છે. વય મર્યાદા, ત્રણ ટર્મ પૂરી થવી અને ગેરશિસ્ત જેવા કારણોસર આ નિર્ણય લેવાઈ શકે છે.

 ભાજપના અનેક કોર્પોરેટરના પત્તા કપાઈ શકે છે. જેમાં વયમર્યાદા, રોસ્ટર અને ત્રણ ટર્મનો નિયમ લાગુ પડી શકે છે. એએમસીમાં 21 વર્ષથી ભાજપ સત્તા સ્થાને છે. ત્યારે શહેરના 48 વોર્ડ માટે ઉમેદવારોની પસંદગી શરૂ થઈ ગઈ છે. ત્યારે આ વખતે ભાજપમાં અંદરખાને જ પરિવર્તન થઈ શકે છે. આ પરિવર્તન ભાજપના જ નિયમોને કારણે આવી શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code