
78%થી વધુ રેલવે ટ્રેકને 110 કિમી પ્રતિ કલાક અને તેથી વધુની સેક્શનલ સ્પીડ માટે અપગ્રેડ કરવામાં આવ્યા
નવી દિલ્હીઃ છેલ્લા 10 વર્ષોમાં ભારતીય રેલવે પર ગતિ ક્ષમતા વધારવા માટે રેલવે ટ્રેકનું અપગ્રેડેશન અને સુધારણા મોટા પાયે કરવામાં આવ્યું છે. ટ્રેક અપગ્રેડેશન માટેના પગલાંમાં 60 કિલોગ્રામ રેલ, પહોળા બેઝ કોંક્રિટ સ્લીપર્સ, જાડા વેબ સ્વિચ, લાંબા રેલ પેનલ, H બીમ સ્લીપર્સ, આધુનિક ટ્રેક નવીનીકરણ અને જાળવણી મશીનો વગેરેનો ઉપયોગ સામેલ છે.
ઉપરોક્ત પગલાંના પરિણામે, ટ્રેકની ગતિ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. 2014ની સરખામણીમાં 2025 દરમિયાન રેલવે ટ્રેકની ગતિ ક્ષમતાની વિગતો આ મુજબ છે
હાલમાં ભારતીય રેલવે નેટવર્ક પર દોડતી વંદે ભારત ટ્રેનો સેમી-હાઈ સ્પીડ ટ્રેન સેવાઓ છે જેની ડિઝાઇન ગતિ 180 કિમી પ્રતિ કલાક અને મહત્તમ કાર્ય ગતિ 160 કિમી પ્રતિ કલાક છે. ટ્રેનની સરેરાશ ગતિ ટ્રેકની ભૂમિતિ, રસ્તામાં સ્ટોપેજ, વિભાગમાં જાળવણી કાર્ય વગેરે પર આધાર રાખે છે.
વંદે ભારત સ્લીપર ટ્રેનસેટનો પ્રથમ પ્રોટોટાઇપ પહેલાથી જ બનાવવામાં આવી ચૂક્યો છે. વ્યાપક ફિલ્ડ ટ્રાયલ અને તેમાં મેળવેલા અનુભવના આધારે, વંદે ભારત સ્લીપર ટ્રેનનો પ્રથમ રેક કાર્યરત થઈ રહ્યો છે. તેમ માહિતી કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું.