1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ઔડા આવાસ યોજનામાં મકાનો ભાડે અપાતા 33 ધારકોને નોટિસ ફટકારી
અમદાવાદમાં ઔડા આવાસ યોજનામાં મકાનો ભાડે અપાતા 33 ધારકોને નોટિસ ફટકારી

અમદાવાદમાં ઔડા આવાસ યોજનામાં મકાનો ભાડે અપાતા 33 ધારકોને નોટિસ ફટકારી

0
Social Share

અમદાવાદ, 18 માર્ચ 2026: Notices issued to 33 holders of houses rented out under Auda Awas Yojana સરકાર દ્વારા ઘરવિહોણા લોકોને સસ્તાભાવે આવાસ આપવામાં આવે છે. પણ કેટલાક લોકો સસ્તાભાવે આવાસ મેળવીને અન્યને ભાડે આપી દેતા હોય છે. ત્યારે નવા બનેલા આવાસોમાં સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા આવાસ યોજનાના નિયમ ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે. કોટેશ્વરમાં આવેલી મધુરમિલન આવાસ યોજનામાં ઔડાની ટીમો દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં શરતોનો ભંગ કરી ભાડે આપેલા 33 મકાનોને મકાનો સીલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તમામ મકાન માલિકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને હવે મકાનોને ખાલી કરી તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા EWS યોજના હેઠળ મોટેરા નજીક આવેલા કોટેશ્વર ખાતે 5 વર્ષ પહેલા ‘મધુરમિલન આવાસ યોજના’ બનાવવામાં આવી છે. અને વર્ષ 2021-22માં ડ્રો પદ્ધતિ દ્વારા આ યોજનાના કુલ 266 મકાનોની ફાળવણી કરવામાં આવી હતી. આ આવાસ યોજના લિફ્ટ, સીસીટીવી કેમેરા, ગાર્ડન અને સોલાર જેવી અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ છે. મોટેરાની નજીક હોવાને કારણે આ વિસ્તારમાં સૌથી વધારે સારી રહેવાની સગવડો મધ્યમ વર્ગીય પરિવાર માટે કરવામાં આવી છે. ઔડા દ્વારા બનાવવામાં આવેલી મધુર મિલન આવાસ યોજનામાં મકાનોની ફાળવણી બાદ કેટલાક મકાન માલિકોએ શરતોનો ભંગ કરી મકાનો ભાડે આપી દીધા હોવાનું ઔડાના એસ્ટેટ એન્ડ હાઉસિંગ સેલના ધ્યાને આવ્યું હતું. જેથી વિવિધ તપાસ ટીમો બનાવીને આવાસના કુલ 8 બ્લોકના 266 મકાનોની આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી.  આ તપાસ દરમિયાન કુલ 33 મકાનો ભાડે આપેલા હોવાનું સામે આવ્યું હતું. ઔડાની તપાસ ટીમ દ્વારા આ તમામ 33 મકાન માલિકોને મકાન ખાલી કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે. મકાનો ખાલી થયા બાદ આ આવાસોને સીલ કરવાની આગળની વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં પણ ઔડા દ્વારા સરકારની વિવિધ યોજનાઓ હેઠળ રાહત દરે ફાળવવામાં આવેલા મકાનોમાં આ પ્રકારે આકસ્મિક તપાસ કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code