વડોદરા, 12 એપ્રિલ 2026: One killed after car hits truck behind અમદાવાદ-મુંબઈ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ વડોદરાના કરજણ નજીક સર્જાયો હતો. નેશનલ હાઈવે પર કરજણ નજીક મળસ્કે સિગ્નલ વિના ઉભી રહેલી ટ્રક પાછળ કાર અથડાતા કારમાં સવાર એકનું મોત નિપજ્યુ હતું જ્યારે અન્ય ચારને ઇજા પહોંચી હતી.
આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે, વડોદરાથી ભરૂચ તરફના ટ્રેક ઉપર હલદરવા ગામ પાસે આવેલી રોનક હોટલની પાસે એક ટ્રકના ચાલકે કોઈપણ જાતના બેરીકેડ કે આડશ રાખ્યા વિના રાતે અંધારામાં પાર્કિંગ લાઇટ કે સિગ્નલ રાખ્યા વિના રોડ પર અડચણરૂપ ટ્રક ઉભી રાખી હતી. તે સમયે વડોદરા તરફથી આવતી એક કાર ઉભી રહેલી ટ્રકની પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ હાથ ધર્યુ હતુ. કારમાં સવાર 4 વ્યક્તિ પૈકી બે મહિલા અને એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. ચાલકની બાજુમાં બેઠેલી વ્યક્તિ ફસાઈ જતાં ફાયર વિભાગની ટીમ દ્વારા ગાડીના પતરા કાપી રેસ્ક્યુ કર્યુ હતુ પરંતુ તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. મૃતક આકાશ અનિલભાઈ સોલંકી (ઉ.વ.28) અને ઈજાગ્રાસ થયેલા તેમના પત્ની ખુશીબેન (રહે. સુંદરમ્ એપાર્ટમેન્ટ પિન્કી ગેસ પાસે, ડભોઇ, સુરત) અને તેમના કાકા તેમજ અન્ય મહિલા વડોદરા ખાતે તેમના ફુવાના બારમાની વિધી અને ભજન કાર્યક્રમ પતાવી પરત આવતા હતા.


