1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં MLA આવાસમાં યોજાયેલા યોગના કાર્યક્રમમાં માત્ર 25 ધારાસભ્યો જ હાજર રહ્યા
ગાંધીનગરમાં MLA આવાસમાં યોજાયેલા યોગના કાર્યક્રમમાં માત્ર 25 ધારાસભ્યો જ હાજર રહ્યા

ગાંધીનગરમાં MLA આવાસમાં યોજાયેલા યોગના કાર્યક્રમમાં માત્ર 25 ધારાસભ્યો જ હાજર રહ્યા

0
Social Share

ગાંધીનગર, 13 માર્ચ 2026: Only 25 MLAs attended the yoga program વિશ્વભરમાં યોગની શક્તિનો પરિચય કરાવનાર  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘ  સમક્ષ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને વિશ્વના દેશોએ સહર્ષ સ્વીકારી ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે જાહેર કર્યો છે. આ પરંપરાના ભાગરૂપે, વર્ષ ૨૦૨૬માં યોજાનારા ૧૨મા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના ૧૦૦ દિવસ અગાઉથી મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાતમાં યોગમય વાતાવરણ ઊભું કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશેષ અભિયાનનો નવા MLA આવાસ, ગાંધીનગરથી પ્રારંભ કરવામાં આવ્યો છે. પણ આ કાર્યક્રમમાં 181 ધારાસભ્યોમાંથી માત્ર 25 ધારાસભ્યો જ હાજર રહ્યા હતા.એટલે ધારાસભ્યોને યોગ કે પ્રાણાયમમાં રસ હોય એવું લાગતુ નથી.

રાજ્ય સરકાર જ્યારે સમગ્ર ગુજરાતને ‘મેદસ્વીતા મુક્ત’ બનાવવાના અભિયાન પર ભાર મૂકી રહી છે, ત્યારે રાજ્યના જનપ્રતિનિધિઓ જ આ બાબતે ગંભીર ન હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે ગાંધીનગર ખાતે નવા MLA ક્વાર્ટરમાં ધારાસભ્યો માટે આયોજિત બે દિવસીય યોગ શિબિરમાં કુલ 181 ધારાસભ્યોમાંથી માત્ર 25 જેટલા સભ્યો જ હાજર રહ્યા હતા.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન  યોગસેવક શીશપાલજીની આગેવાનીમાં ધારાસભ્યોની પ્રેરક ઉપસ્થિતિમાં આજે નવા MLA આવાસ, ગાંધીનગર ખાતે ‘કર્ટન રેઝર’ ઇવેન્ટ સાથે ૧૦૦ દિવસના કાઉન્ટડાઉનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રાજ્યના નાગરિકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને ‘કોમન યોગ પ્રોટોકોલ’ (Common Yoga Protocol) ના અભ્યાસ દ્વારા શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનો છે. યોગ માત્ર કસરત નથી, પણ જીવન જીવવાની કળા છે, જેનો વ્યાપ છેવાડાના ગામ સુધી પહોંચાડવો એ બોર્ડનો સંકલ્પ છે.

પીએમ મોદીએ વધતી જતી મેદસ્વીતા સામે ચિંતા વ્યક્ત કરી હતી, જેના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ વર્ષને ‘સ્વસ્થ ગુજરાત – મેદસ્વીતા મુક્ત ગુજરાત’ અભિયાન તરીકે જાહેર કર્યું છે. આ વિઝનને સાકાર કરવા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, ધારાસભ્યોની પાંખી હાજરીએ આ અભિયાનની સફળતા સામે સવાલો ઊભા કર્યા છે. આ શિબિરની સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે, હાજર રહેલા તમામ 25 ધારાસભ્યો માત્ર શાસક પક્ષ ભાજપના જ હતા. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના એક પણ ધારાસભ્ય આ શિબિરમાં જોડાયા નહોતા. ખુદ પોતાના નિવાસસ્થાનના પ્રાંગણમાં જ કાર્યક્રમ હોવા છતાં મોટાભાગના ધારાસભ્યોએ હાજર રહેવાનું ટાળ્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code