
સિન્દુર ઓપરેશન માત્ર સ્થગિત કર્યું છે, હવે કોઈ અટકચાળો કરશે તો જડબાતોડ જવાબ આપીશુઃ મોદી
- ઓપરેશન સિંદૂર માત્ર એક નામ નથી, તે દેશના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે.
- આતંકવાદીઓએ સપનામાં પણ કલ્પના કરી ન હતી કે, ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે
- પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલો ભારત સામે તણખાની જેમ પડી ગયા
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને રાષ્ટ્રજોગ પ્રવચન કરતા જણાવ્યું હતું કે, 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ બતાવેલી બર્બરતાએ દેશ અને દુનિયાને હચમચાવી દીધી હતી. પરિવારો અને બાળકોની સામે રજાઓ ઉજવી રહેલા નિર્દોષ લોકોની ક્રૂર હત્યા એ આતંકનો ખૂબ જ ભયાનક ચહેરો છે. આ પણ દેશની સંવાદિતા તોડવાનો ઘૃણાસ્પદ પ્રયાસ હતો. છેલ્લા અઢીથી ત્રણ દાયકાથી પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી આકાઓ મુક્તપણે ફરતા હતા. જેઓ ભારત વિરુદ્ધ કાવતરું ઘડતા હતા. ભારતે તેમને એક જ ઝાટકે બરબાદ કરી દીધા છે. ભારતે સિંદૂર ઓપરેશન બંધ નથી કર્યુ માત્ર સ્થગિત કર્યુ છે. હવે કોઈ અટકચાળો કરશે તો જડબાતોડ જવાબ અપાશે
વડાપ્રધાને દેશવાસીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે અત્યંત આક્રમક વલણ રાખીને ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો. જેમાં 7મ મેના વહેલી સવારે પાકિસ્તાન અને તેના કબજાવાળા કાશ્મીરમાં લશ્કર એ તૈયબા, હિજબુલ મુજાહિદ્દીન અને જૈશ એ મોહમ્મદ સંલગ્ન 9 આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં ઓછામાં ઓછા 100 આતંકીઓ માર્યા ગયા હતા. ત્યારબાદ શરૂ થયેલા સૈન્ય કાર્યવાહી બાદ 10મી મેના રોજ ભારત અને પાકિસ્તાન શસ્ત્ર વિરામ પર સહમત થયા હતા.
આ આતંકવાદી હુમલા પછી, સમગ્ર રાષ્ટ્ર, દરેક નાગરિક, દરેક સમાજ, દરેક વર્ગ, દરેક રાજકીય પક્ષ આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવા માટે એક અવાજમાં ઉભા થયા. અમે ભારતીય દળોને આતંકવાદીઓનો સફાયો કરવા માટે છૂટ આપી હતી. આજે, દરેક આતંકવાદી સંગઠન જાણે છે કે આપણી બહેનો અને દીકરીઓના કપાળ પરથી સિંદૂર હટાવવાનું શું પરિણામ આવે છે.
22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ બતાવેલી બર્બરતાએ દેશ અને દુનિયાને હચમચાવી દીધી હતી. પરિવારો અને બાળકોની સામે રજાઓ ઉજવી રહેલા નિર્દોષ લોકોની ક્રૂર હત્યા એ આતંકનો ખૂબ જ ભયાનક ચહેરો છે. આ પણ દેશની સંવાદિતા તોડવાનો ઘૃણાસ્પદ પ્રયાસ હતો. મારા માટે વ્યક્તિગત રીતે, આ પીડા અપાર હતી. છેલ્લા અઢીથી ત્રણ દાયકાથી પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી આકાઓ મુક્તપણે ફરતા હતા. જેઓ ભારત વિરુદ્ધ કાવતરું ઘડતા હતા. ભારતે તેમને એક જ ઝાટકે બરબાદ કરી દીધા.
ઓપરેશન સિંદૂર માત્ર એક નામ નથી, તે દેશના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે. ઓપરેશન સિંદૂર એ ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે. 6 મેના રોજ મોડી રાત્રે અને 7 મેના રોજ વહેલી સવારે, આખી દુનિયાએ આ વચનને પરિણામોમાં પરિવર્તિત થતું જોયું. ભારતીય દળોએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ અને તાલીમ કેન્દ્રો પર સચોટ હુમલા કર્યા. આતંકવાદીઓએ સપનામાં પણ કલ્પના કરી ન હતી કે ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે છે. આપણા બહાદુર સૈનિકોએ ઓપરેશનના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં અપાર હિંમત દર્શાવી. આજે, હું તેમની બહાદુરી, હિંમત આપણા દેશની દરેક માતા, બહેન અને પુત્રીને સમર્પિત કરું છું.
પાકિસ્તાન સાથે 51 કલાકના યુદ્ધવિરામ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં આપણે દેશની તાકાત અને સંયમ બંને જોયા છે. સૌ પ્રથમ, હું દરેક ભારતીય વતી ભારતની શક્તિશાળી સેનાઓ, સશસ્ત્ર દળો, આપણી ગુપ્તચર એજન્સીઓ અને વૈજ્ઞાનિકોને સલામ કરું છું. આપણા બહાદુર સૈનિકોએ ઓપરેશનના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે અપાર હિંમત દર્શાવી. આજે, હું તેમની બહાદુરી, હિંમત અને બહાદુરી આપણા દેશની દરેક માતા, બહેન અને પુત્રીને સમર્પિત કરું છું.
દુનિયાએ જોયું કે કેવી રીતે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલો ભારત સામે તણખાની જેમ પડી ગયા. ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીએ તેમને આકાશમાં જ નષ્ટ કરી દીધા. પાકિસ્તાન સરહદ પર હુમલો કરવા માટે તૈયાર હતું, પરંતુ ભારતે પાકિસ્તાનની છાતી પર હુમલો કર્યો. ભારતના ડ્રોન, મિસાઇલોએ ચોકસાઈથી પ્રહાર કર્યા. પાકિસ્તાન વાયુસેનાના એરબેઝને નુકસાન પહોંચાડ્યું, જેના પર તે ખૂબ ગર્વ અનુભવે છે. શરૂઆતના ત્રણ દિવસમાં, પાકિસ્તાન એટલી હદે નાશ પામ્યું કે તેણે કલ્પના પણ નહોતી કરી. ભારતની આક્રમક કાર્યવાહી પછી, પાકિસ્તાન બચવાના રસ્તા શોધવા લાગ્યું, પાકિસ્તાન વિશ્વભરમાં તણાવ ઓછો કરવા માટે વિનંતી કરી રહ્યું હતું અને ખરાબ રીતે માર ખાધા પછી, કોઈ મજબૂરીમાં, 10 મેના રોજ બપોરે, પાકિસ્તાની સેનાએ અમારા DGMOનો સંપર્ક કર્યો. ત્યાં સુધીમાં આપણે આતંકવાદના માળખાને ભારે નુકસાન પહોંચાડી દીધું હતું. આતંકવાદીઓને મારી નાખ્યા હતા અને આતંકવાદી ઠેકાણાઓને ખંડેરમાં ફેરવી દીધા હતા. જ્યારે પાકિસ્તાને અપીલ કરી અને કહ્યું કે તે હવે કોઈ આતંકવાદી પ્રવૃત્તિઓ કે લશ્કરી સાહસમાં સામેલ નહીં થાય, ત્યારે ભારતે તેના પર વિચાર કર્યો. હું ફરીથી કહી રહ્યો છું કે અમે ફક્ત પાકિસ્તાનના આતંકવાદી અને લશ્કરી ઠેકાણાઓ સામે બદલો લેવાની કાર્યવાહી મુલતવી રાખી છે.
મોદીએ વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાનના અન્ય ડ્રોનને અમારા શોલ્ડર ફાયર હથિયારો વડે નિષ્ફળ બનાવવામાં આવ્યા હતાં. બીએસએફ જવાનો પણ અમારા આ અભિયાનમાં મજબૂતપણે જોડાયા હતા. તેઓની મદદથી પાકિસ્તાનની નાપાક હરકતોનો સામનો કરી શક્યા. ભારતીય નૌસેનાએ પણ એટલો જ સહકાર આપ્યો છે. અમે સતત સર્વેલન્સના આધારે પાકિસ્તાનની હિલચાલ પર નજર રાખતા રહ્યા. ભારતીય સેનાની ત્રણેય પાંખોની છાવણીઓ, એરફિલ્ડ, ડિફેન્સ યુનિટ સુરક્ષિત છે. તે આગળ જરૂર પડી તો કાર્યવાહી કરવા સક્ષમ છે.
હું વિશ્વ સમુદાયને એ પણ કહેવા માંગુ છું કે અમારી જાહેર નીતિ એવી રહી છે કે જો પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે તો તે ફક્ત આતંકવાદ પર જ થશે; જો કોઈ વાત થશે તો તે ફક્ત પીઓકે પર જ થશે. દેશવાસીઓ, આજે બુદ્ધ પૂર્ણિમા છે, ભગવાન બુદ્ધે આપણને શાંતિનો માર્ગ બતાવ્યો છે. શાંતિનો માર્ગ પણ શક્તિમાંથી પસાર થાય છે.