
ઓપરેશન સિંદૂરઃ ભારતીય સેનાએ હુમલામાં મિરાજ જેટ સહિત પાંચ ફાઈટર જેટ તોડી પાડ્યાં હતા
નવી દિલ્હીઃ ભારતના ઓપરેશન સિંદૂરને કારણે પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે, પરંતુ તે દુનિયાભરમાં જુઠ્ઠાણા ફેલાવવાનું બંધ કરી રહ્યું નથી. ભારતીય સેનાએ પાકિસ્તાન સામે વળતો જવાબ આપ્યો અને તેના પાંચ વિમાનોને તોડી પાડ્યા હતા. આમાં 2 ફાઇટર એરક્રાફ્ટનો પણ સમાવેશ થતો હતો. આ દરમિયાન, પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર તેમની સંસદમાં વાયુસેનાના ખોટા વખાણ કરતા જોવા મળ્યા હતા.
પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ભારતીય સેનાએ 6 અને 7 મેના રોજ બે પાકિસ્તાની લડાકુ વિમાનોને તોડી પાડ્યા. આ પછી, 8 અને 9 મેના રોજ 3 વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા. ભારતે પાકિસ્તાનના 2 JF 17, 1 મિરાજ જેટ, 1 AWACS અને 1 C-130 (સંભવિત) તોડી પાડ્યા, પરંતુ પાકિસ્તાન દુનિયા સમક્ષ જૂઠું બોલતા થાકતું નથી.
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે તાજેતરમાં જ તેમની સંસદમાં પાકિસ્તાન વાયુસેનાના ખોટા વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ધ ટેલિગ્રાફે પાકિસ્તાન વાયુસેનાની પ્રશંસા કરતો એક લેખ પ્રકાશિત કર્યો છે. જ્યારે આ સમાચાર ખોટા નીકળ્યા હતા. પાકિસ્તાનના અખબાર ધ ડોને તેની હકીકત તપાસી હતી અને તેને ખોટો જાહેર કર્યો હતો. ઇશાક ડાર કહે છે કે પાકિસ્તાને 6 ભારતીય જેટ તોડી પાડ્યા હતા.
પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા, પરંતુ પાકિસ્તાની સેના પણ તેમાં કૂદી પડી. ભારતે પાકિસ્તાની સેના પર ગોળીબાર કર્યો અને તેને ભારે નુકસાન પહોંચાડ્યું. જવાબી કાર્યવાહીમાં, પાકિસ્તાની વાયુસેનાના 5 જવાનો માર્યા ગયા. આમાં સ્ક્વોડ્રન લીડર ઉસ્માન યુસુફનો પણ સમાવેશ થતો હતો. પાકિસ્તાન આર્મીના એક નિવૃત્ત એર માર્શલે પણ નુકસાનનો ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે ભારતે ઘણું નુકસાન કર્યું છે.