1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 6 જિલ્લામાં ઓરેન્જ અને 12 જિલ્લામાં યલો એલર્ટ, ગરમીમાં વધારો થશે
ગુજરાતમાં 6 જિલ્લામાં ઓરેન્જ અને 12 જિલ્લામાં યલો એલર્ટ, ગરમીમાં વધારો થશે

ગુજરાતમાં 6 જિલ્લામાં ઓરેન્જ અને 12 જિલ્લામાં યલો એલર્ટ, ગરમીમાં વધારો થશે

0
Social Share

અમદાવાદ, 11 માર્ચ 2026Orange alert in 6 districts and yellow alert in 12 districts, ઉનાળાના પ્રથમ એવા ફાગણ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. આજે હવામાન વિભાગે 6 જિલ્લામાં ઓરેન્જ અને 12 જિલ્લામાં યલો એલર્ટ આપ્યુ છે. ગઈકાલે રાજરોચ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યા બાદ આજે પણ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો હતો. આ વખતે માર્ચ મહિનાના શરૂઆતના 10 દિવસમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા છેલ્લા ત્રણ વર્ષના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર અને દીવ જિલ્લામાં વોર્મ નાઈટ એટલે કે રાત્રે પણ ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના હવામાન વિભાગે આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં આકરી ગરમી અને હીટવેવની આગાહી કરતા મોરબી, રાજકોટ અને કચ્છ સહિત 6 જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને સુરત સહિત 12 જિલ્લામાં ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે. હીટ ડોમ ઇફેક્ટ અને ઉત્તર-પશ્ચિમના ગરમ સૂકા પવનોને કારણે અમદાવાદમાં પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે, ત્યારે હવામાન નિષ્ણાતોના મતે આગામી 4 દિવસમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હોવાથી નાગરિકોને બપોરના સમયે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા. 16મી  માર્ચ સુધી રાજ્યમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગે આજે 11 માર્ચ માટે કેટલાક જિલ્લાઓમાં સિવિયર હીટવેવને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટમાં હીટવેવ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જુનાગઢ જામનગર વડોદરા અને સુરતમાં હીટવેવને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.  જ્યારે આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર અને દીવ જિલ્લામાં વોર્મ નાઈટ એટલે કે રાત્રે પણ ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 13 માર્ચ સુધી દરમિયાન ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે અને ઉત્તર-પશ્ચિમ દિશાથી 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code