1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના જૂના વાડજમાં ડમ્પરે રાહદારીને અડફેટે લેતા મોત, ડમ્પર સાથે ચાલક ફરાર
અમદાવાદના જૂના વાડજમાં ડમ્પરે રાહદારીને અડફેટે લેતા મોત, ડમ્પર સાથે ચાલક ફરાર

અમદાવાદના જૂના વાડજમાં ડમ્પરે રાહદારીને અડફેટે લેતા મોત, ડમ્પર સાથે ચાલક ફરાર

0
Social Share

અમદાવાદ, 25 માર્ચ 2026: Pedestrian dies after being hit by dumper   શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં ડમ્પરચાલકે રાહદારીનો ભોગ લીધો છે. શહેરના વાડજ સર્કલ ખાતે વહેલી સવારે ડમ્પરે રાહદારીને અડફેટે લેતા રાહદારીનું સ્થળ પર જ મોત થયું છે. અકસ્માત બાદ ડમ્પર સાથે ચાલક નાસી જતા સ્થાનિક લોકોએ બાઈક અને સ્કૂટર લઈને તેનો  પીછો કર્યો હતા પરંતુ ડમ્પર ચાલક ફરાર થવામાં સફળ રહ્યો હતો. આ બનાવ અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, શહેરના વાડજમાં હનુમાનપુર ચાલીમાં રહેતા ધીરજભાઈ વહેલી સવારે ચા પીવા ગયા હતા.ચા પીને ધીરજભાઈ ચાલીને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે પૂર ઝડપે આવેલા ડમ્પરે રાહદારી ધીરજભાઈને અડફેટમાં લીધા હતા.આ અકસ્માતમાં ધીરજભાઈને શરીર અને માથાના ભાગે ગંભીર ઇજા થવાના કારણે સ્થળ પર જ મોત નિપજ્યુ હતું. અકસ્માત થતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.અકસ્માત કરીને ડમ્પર ચાલક ડમ્પર લઈને નાસી રહ્યો હતો. કેટલાક સ્થાનિકોએ ટુ વ્હીલર ઉપર ડમ્પરનો પીછો પણ કર્યો પરંતુ ડમ્પર ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો.

બનાવ અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એચ ચૌધરીએ જણાવ્યું કે ડમ્પર ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો છે. પરંતુ ડમ્પરનો નંબર મેળવી લેવામાં આવ્યો છે. હાલ ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે. ફરિયાદ નોંધ્યા બાદ ડમ્પરના નંબરના આધારે ડમ્પર ચાલકની ધરપકડ કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં ભારે વાહનો યમદૂત બનીને રસ્તા પર ફરી રહ્યા છે. શહેરમાં ડમ્પર, સિમેન્ટ મિક્સર બેફામ દોડતા હોવાથી તેના પર અંકૂશ મુકવાની માગ ઊઠી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code