1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાણંદ નજીક દારૂ ભરેલી આયસર ટ્રકે પલટી ખાતા લોકોએ દારૂની બોટલોની લૂંટ ચલાવી
સાણંદ નજીક દારૂ ભરેલી આયસર ટ્રકે પલટી ખાતા લોકોએ દારૂની બોટલોની લૂંટ ચલાવી

સાણંદ નજીક દારૂ ભરેલી આયસર ટ્રકે પલટી ખાતા લોકોએ દારૂની બોટલોની લૂંટ ચલાવી

0
Social Share
  • સાણંદના મુનિ આશ્રમ નજીક બન્યો અકસ્માતનો બનાવ
  • પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લોકોના ટોળાંએ હટાવ્યું
  • દારૂનો જથ્થો ક્યા જઈ રહ્યો હતો તે ડ્રાઈવરની ધરપકડ બાદ સામે આવશે

અમદાવાદઃ Sanand, a truck loaded with liquor overturned, people looted liquor bottles જિલ્લાના સાણંદના મુનિઆશ્રમ નજીક રોડ પર પૂરફાટ ઝડપે જઈ રહેલી દારૂ ભરેલી આઈસર ટ્રક પલટી જતા રોડ પર દારૂની બોટલો પથરાઈ હતી. આ બનાવની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને લોકોએ દારૂ ભરેલી બોટલોની લૂંટ ચલાવી હતી. દરમિયાન આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને લોકોના ટોળાંને વેરવિખેર કર્યું હતું. સ્થાનિકોની મદદથી દારૂનો જથ્થો જપ્ત કરી પોલીસ દ્વારા ડ્રાઈવરની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદ જિલ્લા સાણંદ પાસે આવેલા મુનિઆશ્રમ પાસે આઈસર ટ્રક એકાએક પલટી મારી ગઈ હતી. ટ્રકમાં દારૂની બોટલો ખીચોખીચ ભરેલી હતી. દારૂ ભરેલી ટ્રક પલટી મારતાની સાથે લોકોનું ટોળુ ભેગુ થઈ ગયુ હતું. જ્યારે પોલીસની ટીમ પણ આવી પહોચી હતી. ટ્રકે પલટી ખાધા બાદ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. દારૂનો જથ્થો કઈ જગ્યાએ જઈ રહ્યો હતો તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે દારૂનો જથ્થાને એક ટેમ્પોમાં ભરીને નજીકના પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. દારૂનો જથ્થો ક્યા જઈ રહ્યો હતો તે ડ્રાઈવરની ધરપકડ બાદ સામે આવશે. ટ્રક પલટી ખાઈ જતાની સાથેજ કેટલાક લોકોએ દારૂની બોટલો પણ ચોરીને જતા રહ્યા હતા. આ બનાવમાં અમદાવાદ જિલ્લા પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તપાસ શરૂ કરી છે. પોલીસની ટીમ ગાડીનો પીછો કરી રહી હતી કે પછી ડ્રાઈવરને ઉતાળવ હોવાથી તે પુરઝડપે વાહન ચાલવતો હતો તે હજુ સુધી સામે આવ્યુ નથી.પરંતુ જે રીતે ટ્રક પલટી મારી ગઈ છે તે જોતા લાગી રહ્યુ છેકે ડ્રાઈવર સ્પીડમાં હતો. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code