1. Home
  2. ગુજરાતી
  3. હિસારથી અયોધ્યાની પ્રથમ ફ્લાઈટનો પીએમ મોદીએ પ્રારંભ કરાવ્યો
હિસારથી અયોધ્યાની પ્રથમ ફ્લાઈટનો પીએમ મોદીએ પ્રારંભ કરાવ્યો

હિસારથી અયોધ્યાની પ્રથમ ફ્લાઈટનો પીએમ મોદીએ પ્રારંભ કરાવ્યો

0
Social Share

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિસાર એરપોર્ટથી રિમોટ બટન દબાવીને ફ્લાઇટ સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ હિસાર-અયોધ્યા ફ્લાઇટ એરપોર્ટથી રવાના થઈ હતી. તેમજ પ્રધાનમંત્રી મોદીએ અહીં હિસાર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કર્યો હતો. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની દેખરેખ હેઠળ બનનારી આ ઈમારતના નિર્માણમાં લગભગ 503 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેમાં એક આધુનિક પેસેન્જર ટર્મિનલ, કાર્ગો ટર્મિનલ અને એટીસી બિલ્ડિંગનો સમાવેશ થશે.

મોદીએ પોતાના સંબોધનની શરૂઆત એમ કહીને કરી હતી કે બહાદુર સૈનિકો, બહાદુર ખેલાડીઓ અને તમારો ભાઈચારો હરિયાણાની ઓળખ છે. હિસાર સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે. જ્યારે ભાજપે મને હરિયાણાની જવાબદારી સોંપી, ત્યારે મેં ઘણા સાથીદારો સાથે અહીં લાંબા સમય સુધી કામ કર્યું હતું. આ બધા સાથીદારોની મહેનતથી હરિયાણામાં ભાજપનો પાયો મજબૂત થયો છે.

તેમણે કહ્યું કે, આજનો દિવસ આપણા બધા માટે, સમગ્ર દેશ માટે અને ખાસ કરીને દલિતો, પીડિતો, વંચિતો અને શોષિતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તેમના જીવનની બીજી દિવાળી છે. આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે. તેમનું જીવન, તેમનો સંઘર્ષ, તેમનો સંદેશ આપણી સરકારની 11 વર્ષની સફર માટે પ્રેરણારૂપ બન્યા છે. દરેક દિવસ, દરેક નિર્ણય, દરેક નીતિ બાબા સાહેબને સમર્પિત છે.

અમારો ઉદ્દેશ્ય તેમના જીવનમાં પરિવર્તન લાવવાનો અને તેમના સપનાઓને પૂર્ણ કરવાનો છે. આ માટે, સતત વિકાસ, ઝડપી વિકાસ, આ ભાજપ સરકારનો મંત્ર છે. આ મંત્ર પર ચાલીને, આજે હરિયાણાથી અયોધ્યા ધામ માટે ફ્લાઇટ શરૂ થઈ છે. એટલે કે હવે હરિયાણામાં શ્રી કૃષ્ણજીની પવિત્ર ભૂમિ સીધી શ્રી રામજીની ભૂમિ સાથે જોડાયેલી છે.

મોદીએ કહ્યું કે ખૂબ જ ટૂંક સમયમાં અહીંથી અન્ય શહેરો માટે પણ ફ્લાઇટ્સ શરૂ થશે. આજે હિસાર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. આ શરૂઆત હરિયાણાના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ નવી શરૂઆત માટે હું હરિયાણાના લોકોને અભિનંદન આપું છું. તેમણે કહ્યું કે મારું તમને વચન છે કે ચપ્પલ પહેરનાર પણ વિમાનમાં ઉડશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code