1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગર અને લખતરમાં પોલીસની ડ્રાઈવ, વાહનચાલકો દંડાયા
સુરેન્દ્રનગર અને લખતરમાં પોલીસની ડ્રાઈવ, વાહનચાલકો દંડાયા

સુરેન્દ્રનગર અને લખતરમાં પોલીસની ડ્રાઈવ, વાહનચાલકો દંડાયા

0
Social Share
  • સુરેન્દ્રનગર સિટી વિસ્તારમાં 111 વાહનચાલકોને રૂ. 45,600નો દંડ
  • લખતરમાં પોલીસે 5 વાહનો ડિટેઈન કર્યા
  • વાહનોના દસ્તાવેજો સાથે ન રાખનારા વાહનચાલકો પણ દંડાયા

સુરેન્દ્રનગરઃ શહેરમાં પોલીસે ડ્રાઈવ યોજીને વાહનો પૂરફાટ ઝડપે ચલાવવા. દ્વીચક્રી વાહનચાલકોએ હેલ્મેટ ન પહેરવો. તેમજ વાહનોના દસ્તાવેજો સાથે ન રાખવા સહિત વિવિધ ગુનાઓમાં વાહનચાલકોને દંડવામાં આવ્યા હતા. આ ઉપરાંત લખતર પોલીસ દ્વારા ચાલી રહેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન લખતર ખાતે હાઈવે પર ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. નિયમોનો ભંગ કરતા વાહનચાલકોને રૂ. 2,000નો દંડ કરાયો હતો. અને 5 વાહનો ડિટેઇન કરાયા હતા. આમ જરૂરી કાગળો વગર વાહનો ચલાવતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. તો નિયમ ભંગ કરનારા ચાલકો પાસેથી દંડની રકમ પણ ત્યાં જ વસૂલી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા તા. 28 અને 29 એપ્રિલ એમ બે દિવસમાં કાર્યવાહી કરાઇ હતી. જેમાં 111 કેસો કરીને ચાલકોને રૂ. 45,600નો દંડ કરાયો હતો. આ સમયગાળામાં 5 વાહનોને પણ ડિટેઇન કરાયા હતા. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં ટ્રાફિકની સમસ્યા તેમજ વધતા વાહન અકસ્માતો પર રોક લગાવવી જરૂરી બની છે. ત્યારે જિલ્લા પોલીસવડા ડો. ગીરીશ પંડયાના માર્ગદર્શન નીચે જિલ્લાના નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે અને અન્ય ધોરીમાર્ગો તેમજ શહેરી વિસ્તારના રસ્તાઓ ઉપર પર ટ્રાફિક પીએસઆઈ એલ.બી.બગડા તેમજ તમામ ટ્રાફિક સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં શહેરના બસ સ્ટેશન રોડ, ગેબનશા પીર સર્કલ, હેન્ડલૂમ રોડ, ટાવરચોક, જવાહરચોક, પતરાવાળી તેમજ રિવરફ્રન્ટ ઉપર ચેકિંગ સાથે તપાસ કરાઇ હતી. જેમાં તા. 28 અને 29 એપ્રિલ દરમિયાન ટ્રાફિક નિયમભંગ કરનાર 111 વાહનચાલકો સામે કેસો કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત લખતર પોલીસ દ્વારા તાલુકામાં ટ્રાફિકને લઇને સતત કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે તા.29-4-2025ના રોજ લખતર હાઇવે ઉપર ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. લખતર પોલીસ ટીમ લખતર – વિરમગામ હાઇવે ઉપર લખતર બસ સ્ટેન્ડ વિસ્તાર નજીક ટ્રાફિક ડ્રાઇવમાં ઉભી હતી. જેમાં જરૂરી કાગળો હાજર નહિ હોય તેવા તેમજ ટ્રાફિક ભંગ કરતા વાહનો પાસે કુલ રૂ. 2,000નો હાજર દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ પાંચ વાહનો ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, આ ચેકીંગ દરમિયાન એક કાર પોલીસનું વાહન જોઈને લખતર એસટી સ્ટેન્ડમાં ઘુસતા તેનો પીછો કરીને તેને મેમો આપવામાં આવ્યો હતો. આમ, પોલીસની લખતર હાઇવે ઉપર અચાનક ટ્રાફિક ડ્રાઈવથી જરૂરી કાગળો વગર વાહન લઇને ફરતા વાહનચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.અને હજુપરણ આવી ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે તેમ જાણવા મળે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code