1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં રિંગ રોડ પર બાઈક પર જોખમી સ્ટંટ કરતા નબીરાને પકડીને પોલીસે પાઠ ભણાવ્યો
સુરતમાં રિંગ રોડ પર બાઈક પર જોખમી સ્ટંટ કરતા નબીરાને પકડીને પોલીસે પાઠ ભણાવ્યો

સુરતમાં રિંગ રોડ પર બાઈક પર જોખમી સ્ટંટ કરતા નબીરાને પકડીને પોલીસે પાઠ ભણાવ્યો

0
Social Share

સુરત, 12 એપ્રિલ 2026: Police catch young man doing dangerous stunts on bike  સોશિયલ મિડિયામાં રિલ્સ બનાવીને વટ પાડવા માટે કેટલાક યુવાનો જોખમી સ્ટંટ કરતા હોય છે. શહેરના મોટા વરાછા વિસ્તારના રિંગ રોડ પર સ્પોર્ટ્સ બાઈક પર સ્ટંટ કરતા એક નબીરાનો વીડિયો વાયરલ થતા ઉત્રાણ પોલીસે ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી છે. પોલીસે નબીરાને કાયદાનું ભાન કરાવતા તેણે કાન પકડી માફી માંગી હતી.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના મોટા વરાછા રીંગ રોડ પરથી પસાર થતા વાહનચાલકો તે સમયે ફફડી ગયા જ્યારે એક યુવક પોતાની સ્પોર્ટ્સ બાઈકને ફૂલ સ્પીડમાં હંકારી આગળનું ટાયર ઊંચું કરીને કરતબ કરવા લાગ્યો હતો. રિલ્સ બનાવવાની લાયમાં આ નબીરો એ ભૂલી ગયો હતો કે તેનો આ સ્ટંટ કોઈ નિર્દોષનો જીવ લઈ શકે છે. આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે આ દ્રશ્યો કેમેરામાં કેદ કરી લીધા હતા. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતાની સાથે જ સુરત પોલીસ કમિશનરની સૂચના મુજબ ઉત્રાણ પોલીસ હરકતમાં આવી હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાતા બાઈકના નંબર પ્લેટના આધારે પોલીસે તપાસ તેજ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે સ્ટંટ કરનાર યુવક અરુણ ચૌહાણને શોધી કાઢ્યો હતો અને તેની બાઈક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે ઝડપેલા નબીરા અરુણ ચૌહાણનો જે રુઆબ રસ્તા પર હતો, તે પોલીસ મથકમાં ઉતરી ગયો હતો. પોલીસે તેને કાયદાનો પાઠ ભણાવતા અરુણે બંને હાથે કાન પકડ્યા હતા અને ઉઠક-બેઠક કરી હતી. તેણે કબૂલાત કરી હતી કે, ‘હવે પછી ક્યારેય રસ્તા પર આવા જોખમી સ્ટંટ નહીં કરું.’ પોલીસે તેને જેલના સળિયા ગણાવતા અન્ય સ્ટંટબાજોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code