સિદ્ધપુરના કારતકના મેળાની તડામાર તૈયારીઓ, નિયમોનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
ગાંધીનગરઃ સિદ્ધપુરના કારતકના મેળામાં નિયમોનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કોઈપણ વ્યકિતએ નિયત કરેલ જગ્યા સિવાય સંડાસ, પેશાબ કરવા નહીં. ગંધાતા, વાસી, ઉતરી ગયેલા અથવા માનવ ખાધ માટે ઉપયોગમાં ન આવે તેવા ફળફળાદી પીણાં, ખોરાક કોઈ વેચવા માટે રાખવો નહીં. ખાનપાનની દુકાનોની હોટલો, રેસ્ટોરન્ટ તથા ફળફળાદીની દુકાનો તથા મનોરંજનના સ્થળોએ એસઆઈ સૂચના આપે તેનો અમલ કરવો. ફરજ પરના આરોગ્ય અધિકારી કે કોઈપણ અધિકારી જાહેર સ્વચ્છતાની દ્રષ્ટિએ જરૂર જણાય તો મેળામાં આવનાર યાત્રીઓની તપાસ કરશે. મેળામાં પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકી ચકાચણી કરાશે
મેળામાં ગુજરાતમાં પ્લાસ્ટિક પ્રદુષણ અટકાવવા માટે સરકાર દ્વારા પ્રતિબંધ મૂકેલા પ્લાસ્ટિકનો ઉપયોગ ગ્રાહકોને વસ્તુઓ આપવા માટે કે અન્ય કોઈ બાબત માટે કરી શકાશે નહીં. (પ્રતિબંધ સિવાયનું માન્ય ઓછા માઈક્રોન વાળા પ્લાસ્ટિકનો વપરાશ કરી શકાય છે). ઉપરાંત, વિવિધ નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. પાલિકા દ્વારા નિયમનું ચુસ્તપણે મેળામાં પાલન થાય માટે ટીમ દ્વારા તપાસ પણ કરાશે. તપાસ દરમિયાન કોઈ ઉપયોગ કરતું પકડાશે તો કાર્યવાહી કરાશે.


