1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરત-ભાવનગર વચ્ચે દિવાળીના તહેવારો માટે ખાસ ટ્રેન દોડાવવા રજુઆત
સુરત-ભાવનગર વચ્ચે દિવાળીના તહેવારો માટે ખાસ ટ્રેન દોડાવવા રજુઆત

સુરત-ભાવનગર વચ્ચે દિવાળીના તહેવારો માટે ખાસ ટ્રેન દોડાવવા રજુઆત

0
Social Share
  • ભાવનગર જિલ્લાના ઘણાબધા પરિવારો સુરતમાં સ્થાયી થયેલા છે,
  • દિવાળીના તહેવારોમાં પરિવારો પોતાના માદરે વતન આવતા હોય છે,
  • સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિએશને કરી રજુઆત

ભાવનગરઃ શહેર અને જિલ્લાના અનેક લોકો પરિવાર સાથે સુરતમાં રોજગાર-ધંધામાં સ્થાયી થયેલા છે. અને દિવાળીના તહેવારોમાં લોકો પરિવાર સાથે માદરે વતન આવતા હોય છે. ત્યારે સુરત-ભાવનગર વચ્ચે દિવાળીના તહેવારો દરમિયાન ખાસ ટ્રેન દોડાવવા સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિએશન દ્વારા રેલવેના જનરલ મેનેજરને રજૂઆત કરવામાં આવી છે.

સુરત શહેરમાં ધંધા-રોજગારના હેતુથી સ્થાયી થયેલા ભાવનગર જિલ્લાના લગભગ 40 ટકા રત્નકલાકારો અને અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકો દિવાળીના તહેવારમાં પોતાના માદરે વતન પરત ફરતા હોય છે. આ મુસાફરોને ખાનગી વાહનોમાં મોંઘા ભાડાં ચૂકવવા પડે છે. આ ઉપરાંત દિવાળી વેકેશન દરમિયાન સુરત-ભાવનગર માર્ગ પર ટ્રાફિક પણ રહે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી, સુરત-ભાવનગર વચ્ચે 10 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી વિશેષ ટ્રેન દોડાવવાની દરખાસ્ત કરવામાં આવી છે.

સુરત-ભાવનગર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવામાં આવે તો હજારો મુસાફરોને સસ્તી અને સુરક્ષિત મુસાફરીનો લાભ મળી શકે છે. ભાવનગર રેલવે તંત્ર દ્વારા પણ આ ટ્રેન શરૂ કરવા માટેની દરખાસ્ત મોકલવામાં આવી હોવાનું એસોના કિશોર ભટ્ટે જણાવ્યું હતું. આ પહેલથી મુસાફરોની સુવિધામાં વધારો થશે અને તહેવારોની ઉજવણી માટે વતન પરત ફરવું સરળ બનશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code