
મધ્યપ્રદેશના જબલપુરમાં બેંકમાં લૂંટારુઓ ત્રાટક્યાં, 18 મિનિટમાં જ 14 કરોડનું સોનુ લૂંટા થયા ફરાર
ભોપાલઃ મધ્યપ્રદેશના જલબપુરમાં કરોડોના સોનાની લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જબલપુર સ્થિત બેંકમાં મોટરસાઈકલ ઉપર આવેલા બે શખ્સો ઘુસી આવ્યા હતા અને કર્મચારીઓને ધમકવાને ગણતરીની મિનિટોમાં જ 14 કરોડની કિંમતનું સોનુ અને પાંચ લાખની રોકડની લૂંટ ચલાવીને ધૂમ સ્ટાઈલમાં પયાલન થઈ ગયા હતા. બેંકમાં છેલ્લા ચાર વર્ષથી કોઈ સિક્યોરિટી ગાર્ડ પણ ન હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. લૂંટની આ ઘટનાને લઈને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જબલપુરની ખિતોલા બ્રાન્ચમાં સવારે 8.05 કલાકે બે શખ્સો મોટરસાઈકલ ઉપર આવ્યા હતા. ત્યારે બેંકમાં છ જેટલા કર્મચારીઓ હાજર હતા. દરમિયાન આ બંને શખ્સો હેલ્મેટ પહેરીને બેંકમાં ઘુસ્યા હતા અને કર્મચારીઓને ધમકાવ્યાં હતા. તેમજ લોકરોમાં રાખેલુ 14.875 કિલોગ્રામ સોનું અને પાંચ લાખની રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ લૂંટારુઓને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી હતી.
જબલપુર રેન્જના ડીજીપી અતુલસિંઘે જણાવ્યું હતું કે લૂંટારુઓએ ફક્ત 18 મિનિટમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. અમે સીસીટીવી કેમેરા સ્કેન કર્યા છે અને તે તેમા જોઈ શકાયું છે કે તે મોટરસાઇકલ પર ભાગી ગયા હતા. તેમની પાસે શસ્ત્રો ન હતા. ખાલી એકાદ લૂંટારુએ તેના પટ્ટા નીચે તમંચા જેવું કોઈ શસ્ત્ર રાખ્યુ હતુ. સિંઘે જણાવ્યું હતું કે બેન્કે તેમને ઘટનાની ૪૫ મિનિટ પછી જાણ કરી હતી, જો તેમણે વહેલા કીધું હોત તો લૂંટારુઓની ધરપકડ થઈ ચૂકી હોત. બેન્ક સામાન્ય રીતે સાડા દસ વાગે ખૂલતી હોય છે, પરંતુ તહેવારોને ધ્યાનમાં રાખીને તે સવારે 8 વાગે ખોલવામાં આવી હતી.