1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં દધિચિ બ્રિજ પર રોડની સપાટી ઉખડી જતા સળિયા દેખાયા
અમદાવાદમાં દધિચિ બ્રિજ પર રોડની સપાટી ઉખડી જતા સળિયા દેખાયા

અમદાવાદમાં દધિચિ બ્રિજ પર રોડની સપાટી ઉખડી જતા સળિયા દેખાયા

0
Social Share

અમદાવાદ, 2 જાન્યુઆરી 2026: Rods were seen eroding the road surface on Dadhichi Bridge in Ahmedabad શહેરમાં સુભાષ બ્રિજ પર તિરોડા પડ્યા બાદ આશ્રમ રોડ પરના ઈન્કમટેક્સ ઓવરબ્રિજ પર જોઈન્ટ ખૂલી જવાની ઘટના બાદ દધિચિ બ્રિજ પર રોડની સપાટી ઉખડી જતા લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે. શહેરના વાડજ વિસ્તારને જોડતો 14 વર્ષ જૂનો મહર્ષિ દધીચિ ઓવરબ્રિજ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. બ્રિજના મધ્ય ભાગમાં રોડનું પડ ઉખડી જવાથી અંદરના લોખંડના સળિયા બહાર આવી ગયા છે, જેના લીધે અકસ્માત થવાનો વાહનચાલકો ડર અનુભવી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કઠણાઈ ચાલતી હોય તેમ એક પછી એક બ્રિજના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. શહેરના સુભાષ બ્રિજ પર તિરોડ પડી જતા વાહનવ્યવહાર અને રાહદારીઓ માટે બ્રિજને બંધ કરવાની ફરજ પડી છે. ત્યાંજ આશ્રમ રોડ પરના ઈન્કમટેક્સ ઓવરબ્રિજ પર જોઈન્ટ ખૂલી જવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. જોકે મરામતના ત્વરિત કામ હાથ ધરવામાં આવતા વાહનચાલકોને રાહત થઈ હતી. હવે શહેરના વાડજ વિસ્તારને જોડતો દધિચિ બ્રિજ પર રોડની સપાટી ઉખડી જતા લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે. તેના લીધે વાહનચાલકો અકસ્માતનો ભય વ્યક્ત કરી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પાંચ મહિના પહેલા જ શહેરના તમામ બ્રિજનું ટેકનિકલ ઇન્સ્પેક્શન કરાવવામાં આવ્યું હતું. તેમ છતાં, દધીચિ બ્રિજ પર રોડની સપાટી ઉખડી જવાની હાલત કેમ ન દેખાઈ? આ ઘટનાને પગલે નિરીક્ષણ કરનારી કન્સલ્ટન્ટ એજન્સીની કામગીરી સામે પણ શહેરીજનોમાં સવાલો ઉઠી રહ્યા છે. દધિચિ બ્રિજ પરથી જ્યારે ભારે વાહનો પસાર થાય છે ત્યારે અસાધારણ ધ્રુજારી અનુભવાય છે. સળિયા દેખાવાની સાથે ઠેર-ઠેર પડેલા ખાડાઓને કારણે અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code