
સંત રવિદાસજીએ જીવન અન્યોનું ભલું કરવામાં તેમજ સમાજના માર્ગદર્શન અને કલ્યાણમાં વિતાવ્યું
હિંદુ પંચાગ મુજબ દર વર્ષે માઘ પૂર્ણિમાના દિવસે રવિદાસની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે સંત રવિદાસજીની જન્મજયંતિ 12 ફેબ્રુઆરી એટલે કે આજે ઉજવવામાં આવી રહી છે. વારાણસી નજીકના એક ગામમાં જન્મેલા સંત રવિદાસ ખૂબ જ ધાર્મિક સ્વભાવના હતા. તેઓ ભક્તિકાલીન સંત અને મહાન સમાજ સુધારક હતા.
સંત રવિદાસની જન્મજયંતિ નિમિતે શોભાયાત્રા યોજવામાં આવે છે અને ભજન અને કીર્તન ગાઈને તેમને યાદ કરવામાં આવે છે. તેઓ સંત રવિદાસ, ગુરુ રવિદાસ, રૈદાસ અને રોહિદાસ જેવા ઘણા નામોથી જાણીતા છે. સંત રવિદાસે લોકોને કોઈ પણ જાતના ભેદભાવ વગર એકબીજા પ્રત્યે પ્રેમભાવ રાખવાનું શીખવ્યું છે. આ રીતે તેઓ ભક્તિના માર્ગે ચાલીને તેઓ સંત રવિદાસ તરીકે ઓળખાયા.
- કોણ હતા રવિદાસજી?
સંત રવિદાસજીને મીરાબાઈના આધ્યાત્મિક ગુરુ માનવામાં આવે છે. તેમના સન્માનમાં મીરાબાઈએ લખ્યું, “ગુરુ મિલિયા રવિદાસજી દીની જ્ઞાન કી ગુટકી, ચોટ લગી નિજનામ હરિ કી મ્હારે હિવરે ખટકી.”
સંત રવિદાસનો જન્મ 15મી સદીમાં ઉત્તર પ્રદેશના વારાણસીમાં માતા કાલસા દેવી અને બાબા સંતોખ દાસજીને ત્યાં થયો હતો. તેઓ માઘી પૂર્ણિમાના દિવસે જન્મ્યા હોવાનું માનવામાં આવે છે. સંત રવિદાસનું સમગ્ર જીવનકાળ 15મી થી 16મી સદી (1450થી 1520 સુધી) વચ્ચે હોવાનું માનવામાં આવે છે.
સંત રવિદાસના પિતા માલ સામ્રાજ્યના રાજા નગરના સરપંચ હતા અને ચર્મકાર સમુદાયના હતા. તે ચંપલ બનાવવાનું અને રિપેર કરવાનું કામ કરતા હતા. શરૂઆતના દિવસોમાં રવિદાસ પણ તેમને તેમના કામમાં મદદ કરતા. રવિદાસને બાળપણથી જ સામાજિક ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો અને તેમણે ઘણો સંઘર્ષ કર્યો હતો. જો કે તે બાળપણથી જ ખૂબ બહાદુર હતો અને ભગવાનનો પરમ ભક્ત હતો. તેણે ભલે ઘણા બધા ભેદભાવનો સામનો કર્યો હોય, પરંતુ હંમેશા બીજાને પ્રેમનો પાઠ ભણાવ્યો.
સંત રવિદાસજી મોચી કામ કરતા હતા. એક દિવસ તેમની ઝૂપડીમાં જે પણ આવતાં હતાં, તેઓ તેમની પૂર્ણ મન સાથે સેવા કરતાં હતાં. એક દિવસ તેમની ઝૂપડીમાં એક સિદ્ધ મહાત્માએ ભોજન કર્યું. ભોજન કર્યા પછી રવિદાસજીએ મહાત્માજીને પોતાના બનાવેલાં બૂટ પણ પહેરાવ્યાં.
આ સેવાથી પ્રસન્ન થઈને મહાત્માજીએ સંત રવિદાસને એક એવો પથ્થર આપ્યો જેની મદદથી લોખંડ સોનામાં બદલાઈ જતું હતું. તેને પારસ પથ્થર કહેવામાં આવે છે. રવિદાસજીએ આ પથ્થર લેવાની ના પાડી દીધી. તેમણે કહ્યું કે જો મારા હથિયારો સોનાના થઇ જશે તો હું બૂટ-ચપ્પલ કઈ રીતે બનાવીશ?
મહાત્માજીએ કહ્યું કે આ પથ્થરથી તમે ધનીક બની શકો છો. તમારે બૂટ-ચપ્પલ બનાવવાની જરૂરિયાત નથી. જ્યારે તમે ધનવાન થઇ જશો ત્યારે સમાજમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકશો. જ્યારે ઈચ્છો ત્યારે તેનો ઉપયોગ કરી લેજો. આવું કહીને મહાત્માજીએ પારસ પથ્તર તે ઝૂપડીમાં એક ઊંચા સ્થાને રાખી દીધો. તે પછી મહાત્માજી ત્યાંથી જતાં રહ્યાં.
થોડા મહિના પછી જ્યારે તે મહાત્મા ફરીથી સંત રવિદાસજીની ઝૂપડીમાં પહોંચ્યાં. ત્યારે તેમણે જોયું કે રવિદાસની પરિસ્થિતિ પહેલાં જેવી જ હતી. મહાત્માજીએ પૂછ્યું કે તમે પારસ પથ્થરનો ઉપયોગ નથી કર્યો, તે પથ્થર ક્યાં છે?
રવિદાસજીએ કહ્યું કે તે પત્થર તો ત્યાં જ હશે, જ્યાં તમે રાખ્યો હતો. મહાત્માજીએ પૂછ્યું કે તમે તેનો ઉપયોગ કેમ નથી કર્યો? રવિદાસજીએ કહ્યું કે ગુરુદેવ, જો હું અઢળક સોનું બનાવી લઉ અને ધનવાન થઇ જાવ તો મને મારા ધનની ચિંતા થવા લાગે અને મારે તેની દેખરેખ કરવી પડે.
જો હું ધનનું દાન કરું તો ખૂબ જ જલ્દી આ વાત આખા ક્ષેત્રમાં ફેલાઈ જાય. લોકો દાન લેવા માટે મારા ઘરની બહાર ઊભા રહે. આટલું બધું થયા પછી હું ભક્તિમાં મન લગાવી શકું નહીં. હું તો બૂટ બનાવવાના કામથી જ પ્રસન્ન છું, કેમ કે આ કામથી મારા ખાવા-પીવાની જરૂરી વ્યવસ્થા થઈ જાય છે અને અન્ય સમયે હું ભક્તિ કરી લઉ છું.
જો હું ધનીક થઇ જાવ તો પ્રસિદ્ધિ મળી જાય અને પછી મારા જીવનની શાંતિ દૂર થઈ જાય. હું ભક્તિ ના કરી શકું. આ કારણે મેં પારસ પથ્થરને હાથ પણ લગાવ્યો નથી. આ સાંભળી ગુરુદેવ પરસન્ન થયા અને પારસના પથ્થરનો ઉપયોગ કરી લોકોની સેવા કરવા ઉપદેસ આપ્યો ત્યાર બાદ રવિદાસજીએ લોકોની સેવા કરવાની શરૂ કરી હતી.
- સંત રવિદાસે સમાજને નવી દિશા આપી
સંત રવિદાસ ધાર્મિક પ્રકૃતિના દયાળુ અને પરોપકારી વ્યક્તિ હતા. તેમનું જીવન અન્યોનું ભલું કરવામાં અને સમાજના માર્ગદર્શન અને કલ્યાણમાં વિતાવ્યું. તેમણે સમાજને નવી દિશા આપી. તેઓ ભક્તિમય સંત અને મહાન સમાજ સુધારક હતા. તેમના અમૂલ્ય શબ્દો આજે પણ એટલા જ સુસંગત છે જેટલા તે સમયે હતા. આજે પણ તેમના ઉપદેશો અને ઉપદેશોમાંથી સમાજને માર્ગદર્શન મળે છે.
- સંત રવિદાસે અનેક પદો અને શ્લોકો રચ્યા
સંત રવિદાસ રૈદાસ, ગુરુ રવિદાસ, રોહિદાસ જેવા અન્ય નામોથી પણ ઓળખાય છે. સંત રવિદાસે અનેક પદો અને શ્લોકો રચ્યા જે આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. તેમના ઉપદેશોમાંથી આપણને ઘણું શીખવા મળે છે. સંત રવિદાસના કેટલાક લોકપ્રિય ઉપદેશો વિશે ચાલો જાણીએ. આ ખાસ અવસર પર તમે આ સંદેશાઓ દ્વારા તમારા મિત્રો અને નજીકના લોકોને પણ શુભેચ્છા પાઠવી શકો છો.
સંત રવિદાસજીએ ભગવાન રામના વિવિધ સ્વરૂપો, રામ, રઘુનાથ, રાજા રામચંદ્ર, કૃષ્ણ, ગોવિંદ વગેરે નામોની પૂજા કરીને પોતાની લાગણીઓ લખી અને સમાજમાં સમાનતાની લાગણી ફેલાવી. બાળપણના મિત્રને જીવનદાન, પાણી પર પથ્થરો તરતા, રક્તપિત્ત મટાડવા સહિત તેમના ચમત્કારોની ઘણી વાર્તાઓ છે. આ બધું તેમની ભક્તિ અને સેવાનું પરિણામ હતું કે તેઓ ધર્મ અને જાતિના બંધનો તોડીને તમામ વર્ગના પ્રિય સંત બન્યા.