1. Home
  2. ગુજરાતી
  3. કોમનવેલ્થ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપમાં શૌર્યએ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા
કોમનવેલ્થ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપમાં શૌર્યએ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા

કોમનવેલ્થ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપમાં શૌર્યએ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા

0
Social Share
  • બાલી ખાતે યોજાયેલી કોમનવેલ્થ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ – 2025માં 12 દેશોએ ભાગ લીધો,
  • યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભારતે 83 ગોલ્ડ મેડલ જીત્યા,
  • યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપમાં ટીમ ઇન્ડિયાએ અસાધારણ પ્રદર્શન

ઘ ઈન્ડિયન યોગાસના સ્પોર્ટ્સ ફેડરેશન ઇન્ડિયન યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન ઇન્ડોનેશિયાના બાલીમાં ગઈ તા. 25મી મેના રોજ આયોજિત પહેલી કોમનવેલ્થ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ – 2025માં ભારતની ઐતિહાસિક જીતની થઈ હતી. આ અભૂતપૂર્વ ઘટનાએ કોમનવેલ્થ સ્પોર્ટ્સ પ્લેટફોર્મના ભાગ રૂપે યોગાસનની સત્તાવાર રજૂઆત કરી, જેમાં વિશ્વભરના 12 દેશોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો..

ભારતીય યોગાસનના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરના રાષ્ટ્રીય મહાસચિવ ડૉ. અરવિંદ લક્ષ્મીનારાયણનના બોલ્ડ અને દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ટીમ ઇન્ડિયાએ અસાધારણ પ્રદર્શન કર્યું અને ઓવરઓલ ચેમ્પિયનશિપ ટ્રોફી મેળવી, આ સીમાચિહ્નરૂપ વૈશ્વિક ઇવેન્ટમાં વિશ્વ નંબર 1 રેન્કિંગ મેળવ્યું. પ્રથમ કોમનવેલ્થ ઓપન યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2025 માં શૌર્યએ IYSF (ઇન્ડિયન યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન) દ્વારા ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું અને ૩ ગોલ્ડ મેડલ જીત્યા તે દેશ માટે ગૌરવ છે.

ભારતે અહીં આયોજિત એશિયન યોગાસન (Asian Yogasan) સ્પોર્ટ ચૅમ્પિયનશિપમાં ધાર્યા પ્રમાણે પ્રભુત્વ જમાવ્યું હતું અને કુલ મળીને 83 ગોલ્ડ મેડલ જીતી લીધા હતા. સ્વાભાવિક રીતે, 21 દેશની આ સ્પર્ધામાં યોગાસનના ભારતીય સ્પર્ધકો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ કરશે એવી અપેક્ષા હતી જેને તેમણે સાચી પાડી હતી. ભારતે (India) 83 સુવર્ણ ચંદ્રક (83 gold medals) ઉપરાંત ત્રણ સિલ્વર અને એક બ્રૉન્ઝ સહિત કુલ મળીને 87 મેડલ જીતી લીધા હતા. જોકે ભારતની પ્રાચીન વિદ્યા યોગાસનની લોકપ્રિયતા મોંગોલિયા, ઓમાન તથા નેપાળમાં પણ છે અને એનો પુરાવો આ ત્રણ દેશે ટોચના પાંચ મેડલ-વિજેતા દેશોમાં સ્થાન મેળવ્યું એના પરથી મળે છે.

 

 

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code