1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરના કોબામાં મેટ્રો સ્ટેશનની લિફટનો સામાન તસ્કરો ઉઠાવી ગયા
ગાંધીનગરના કોબામાં મેટ્રો સ્ટેશનની લિફટનો સામાન તસ્કરો ઉઠાવી ગયા

ગાંધીનગરના કોબામાં મેટ્રો સ્ટેશનની લિફટનો સામાન તસ્કરો ઉઠાવી ગયા

0
Social Share
  • મેટ્રોની રખેવાળી માટે સિક્યુરિટી પાછળ લાખોનો ખર્ચ છતાંયે ચોરીના બનતા બનાવો,
  • લિફ્ટ કંપનીના રૂપિયા 3.81 લાખના સામાનની ચોરી,
  • અગાઉ મેટ્રોના કેબલની પણ ચોરી થઈ હતી

ગાંધીનગરઃ શહેરના કોબા ગામ સ્થિત GNLU મેટ્રો સ્ટેશન પરથી લિફ્ટના સામાન તસ્કરો ઉઠાવી ગયા છે. ગત તા. 31 મે વહેલી સવારે 6:30 વાગ્યે ઓમેગા લિફ્ટ કંપનીનો રૂ. 3.81 લાખના સામાનની મેટ્રો સ્ટેશન પરથી ચોરી થઈ હતી. મેટ્રો સ્ટેશનની રખેવાળી માટે લાખો રૂપિયાનો સિક્યુરિટી પાછળ ખર્ચ કરવામાં આવે છે. છતાયે ચોરીના બનાવો બને છે. તાજેતરમાં મેટ્રોના કેબલની ચોરીનો બનાવ બન્યો હતો. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરમાં કોબા સ્થિત આવેલા જીએનએલયુ મેટ્રો સ્ટેશન પરથી લિફ્ટના સામાનની ચોરી થતાં આ અંગે સિક્યુરિટી ગાર્ડ રવીન્દ્રસિંહ બીહોલાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, મેટ્રો સ્ટેશનની નીચે ટ્રેકના નીચેના ભાગે સામાન રાખવામાં આવ્યો હતો. સામાન ત્રણ અલગ-અલગ જગ્યાએ લાકડાની પેટીઓમાં સુરક્ષિત હતો. તસ્કરોએ આ પેટીઓ તોડીને અંદરનો સામાન ચોરી લીધો હતો. ચોરાયેલા સામાનમાં 480 નોન-સ્ટાન્ડર્ડ ગેસ્કેટ, 456 એંકર બોલ્ટ અને 912 હેક્ઝ નટ હતા. ઉપરાંત 912 હેવી ટાઇપ સ્પ્રિંગ વોશર, 456 સિવિલ ગાસ્કેટ અને 500 ટ્રીમીંગ ગાસ્કેટની ચોરી થઈ હતી.

આ બનાવ અગે સિક્યુરિટી ગાર્ડે તુરંત સુપરવાઇઝર કૈલાશભાઈને જાણ કરી હતી. સુપરવાઇઝરે ઓમેગા કંપનીના અધિકારીઓને માહિતી આપી હતી. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code