
- સૌભાગ્યવતી મહિલાઓએ ગાય અને વાછરડાનું કર્યુ પૂજન,
- કાલે નાગપાંચમ, નાગદેવતાને તલવટનો પ્રસાદ ધરાવાશે
- મંદિરોમાં દર્શનાર્થીની ભીડ
અમદાવાદઃ સાતમ-આઠમના તહેવારોનો આજે બોળચોથથી પ્રારંભ થયો છે. સાતમ-આઠમના તહેવારોનું સૌરાષ્ટ્રમાં વિશેષ મહાત્મ્ય છે. આજે બોળચોથના દિને સૌભાગ્યવતી મહિલાઓએ ગાય અને વાછરડાનું પૂજન કર્યું હતું. ગાયમાં ૩૩ કરોડ દેવોનો વાસ હોવાથી તેનું પૂજન અર્ચન કરીને બાજરાનો રોટલો અને મગ ખાઈને એક ટાણુ કરીને બોળચોથની ભાવ અને ભકિતભેર ઉજવણી કરવામાં આવી હતી.
શ્રાવણી પર્વમાળા અંતગર્ત આજે તા.22મી ઓગસ્ટને ગુરૂવારે બોળચોથના અનન્ય મહિમાવંતા મહાપર્વથી સાતમ-આઠમના તહેવારોની શ્રુંખલાનો પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર પરંપરાગત ભાતીગળ લોકમેળાઓ યોજાશે. આજે બોળચોથના પર્વમાં સૌભાગ્યવતી મહિલાઓએ ગાય અને વાછરડાનું પૂજન કર્યું હતું. ગાયમાં 33 કરોડ દેવોનો વાસ હોવાથી તેનું પૂજન અર્ચન કરીને બાજરાનો રોટલો અને મગ ખાઈને એક ટાણુ કરીને બોળચોથની ભાવ અને ભકિતભેર ઉજવણી કરવામાં આવી હતી. સાતમ-આઠમમાં ભાતીગળ લોકમેળાઓ આપણી ભારતીય સંસ્કૃતિનું એક વધુ અવિભાજય અંગ સમાન હોય આ પર્વસમુહની ઉજવણીનો હરખ જ કંઈક ઔર હોય છે અને અત્ર,તત્ર સર્વત્ર તહેવારોની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.
સૌરાષ્ટ્રમાં ગામેગામ આજે શ્રાવણ વદ ચોથના પર્વે તમામ સૌભાગ્યવતી ગૃહિણીઓ દ્વારા કંકુ, ચોખા અને ફૂલહારથી ગાય અને વાછરડાનું પૂજન કરવામાં આવ્યું હતુ. ગાયમાં 33 કરોડ દેવોનો વાસ હોવાથી તેનું પૂજન અર્ચન કરીને બાજરાનો રોટલો અને મગ ખાઈને એક ટાણુ કરીને બોળચોથની ભાવ અને ભકિતભેર ઉજવણી કરવામાં આવી હતી. ગાયનું પૂજન કરતા પહેલા ભૂદેવોએ વૈદિક મંત્રો સાથે સંકલ્પ લેવડાવ્યો હતો. ગાયના શિંગડા પર તેલ ચોપડી, મસ્તક પર તિલક કરી રૂમાંથી બનાવેલા નાગલા ચડાવી ગાયને બાજરી ખવડાવવામાં આવી હતી. અને ત્યારબાદ ગાયના પુછડે જળનો અભિષેક કરી પ્રદક્ષિણા સાથે પૂજન કરવામાં આવ્યું હતું. આવતીકાલે તા.23મી ને શુક્રવારે નાગપંચમીનું લોકપર્વ ઉત્સાહથી ઉજવાશે. વાડી અને ખેતરમાં જગતના તાત ખેડૂતોએ મહામહેનતે ઉછરેલા ધાન્યપાકનું રક્ષણ કરનારા નાગદેવતાને તલવટની પ્રસાદી બહેનો દ્વારા ભાવભેર ધરાશે.. જયારે તા.24મીને શનિવારે રાંધણ છઠ્ઠ હોય ગૃહિણીઓ પરિવારની અન્ય મહિલાઓની સાથે સાતમના દિવસે ટાઢુ ભોજન લેવાનુ હોય આગલા દિવસે અલગ અલગ જાતના ફરસાણ, મીઠાઈ અને થેપલા, પુરી બનાવવામાં વ્યસ્ત રહેશે. આગામી તા.25મીને રવિવારે શીતળા સાતમનો તહેવાર ઉજવાશે. આ પર્વે બહેનો શીતળા માતાજીની પૂજા અર્ચના કરી ટાઢુ ભોજન આરોગશે. જયારે આગામી તા. 26મી ને સોમવારે પરંપરાગત રીતે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે. આ પ્રસંગે રાત્રીના 12 કલાકે તમામ મંદિરો, પુષ્ટિમાર્ગીય હવેલીઓ, ઠાકર દ્વારાઓમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી ના ગગનભેદી જયઘોષ સાથે શ્રીકૃષ્ણના પ્રાકટયોત્સવની ઉજવણી કરાશે. જયારે તા. 27મી ને મંગળવારે પારણા નોમના પર્વે ઉપરોકત ધર્મસ્થાનકોમાં નંદ મહોત્સવના હરખભેર વધામણા કરાશે. આમ, સાતમ આઠમના તહેવારો ભારે ઉત્સાહથી ઊજવાશે.
#BolChoth #SatamAatham #NagPanchami #SaurashtraFestivals #GujaratiTraditions #CulturalHeritage #IndianFestivals #FolkCelebrations #GujaratCulture #LocalFairs #TraditionalRituals #SaurashtraCustoms #IndianHeritage #FestiveSeason #SpiritualCelebrations