1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ટ્યુશનક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થીએ તેના સહાધ્યાયીને છરી મારી
અમદાવાદમાં ટ્યુશનક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થીએ તેના સહાધ્યાયીને છરી મારી

અમદાવાદમાં ટ્યુશનક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થીએ તેના સહાધ્યાયીને છરી મારી

0
Social Share

અમદાવાદ, 16 માર્ચ 2026Student stabs classmate over tuition class  સગીર વયના વિદ્યાર્થીઓમાં સામાન્ય બાબતે મારામારીના બનાવો વધતા જાય છે. શહેરના ખોખરા વિસ્તારમાં સેન્ટ ઝેવિયર્સ અને ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બાદ શહેરના હીરાવાડી વિસ્તારમાં ધો.11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીએ ટ્યુશન ક્લાસમાં બીજા રૂમમાં બેસવા બાબતે બોલાચાલી થતા છરીનો ઘા મારી દીધો હતો. પેટમાં છરીનો ઘા વાગવાથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે બાપુનગર પોલીસે છરી મારનાર સગીર વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 સુરત જેવો જ બનાવ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં બન્યો છે. શહેરના બાપુનગર વિસ્તારમાં હીરાવાડી નજીક 17 વર્ષીય સગીર તેના પરિવાર સાથે રહે છે અને ભગવતી વિદ્યાલય બાપુનગર ખાતે ધો. 11માં અભ્યાસ કરે છે. બાપુનગર વિસ્તારમાં પ્રતીક્ષા માર્કેટ પાસે આવેલા કોમર્સ એક્સપોર્ટ ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ અર્થે જાય છે. સ્કૂલમાં જ સાથે અભ્યાસ કરતો અન્ય એક વિદ્યાર્થી પણ આ જ ટ્યુશન ક્લાસમાં સાથે અભ્યાસ કરે છે. 15 માર્ચના રોજ સગીર ટ્યુશન ક્લાસીસમાં ગયો હતો ત્યારે તેના રૂમમાં જગ્યા ન હોવાથી તેના સાથી વિદ્યાર્થીને તેણે બીજા રૂમમાં જવાનું કહ્યું હતું જેના કારણે બંને વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. ત્યારબાદ બપોરના સમયે જ્યારે સગીર હીરાવાડી વિસ્તારમાં તુલસી ફ્લેટ નજીક આવેલા ભોમિયા ડેરી પાસે ઉભો હતો ત્યારે તેનો સાથી વિદ્યાર્થી મિત્ર આવ્યો હતો અને ટ્યુશન ક્લાસમાં બેસવાની જગ્યા ન હોવાથી બીજા રૂમમાં કહેવા બાબતે થયેલી બોલા ચાલીને લઈને તેના પાસે રહેલો છરો કાઢ્યો હતો અને પેટના ડાબા ભાગે એક ઘા મારી દીધો હતો. જેથી બૂમાબૂમ થઈ હતી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને છરી મારનાર વિદ્યાર્થી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સગીર સાથે ઉભેલો તેનો બીજો મિત્ર તેને રિક્ષામાં બેસાડીને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી હાલ સારવાર હેઠળ છે. આ બાબતે બાપુનગર પોલીસે ગુનો નોંધી આરોપી સગીર અંગે તપાસ શરૂ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code