 
                                    - ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ 20મી ફેબ્રુઆરીએ રજુ થશે
- બજેટનું કદ 10થી 25 ટકા વધે એવી શક્યતા
- નવા વિધેયકો પણ ગૃહમાં રજુ કરાશે
ગાંધીનગરઃ ગુજરાતના બજેટ સત્રનો આગામી તા. 19મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે, અને 20મી ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરાશે. આ વખતનું ગુજરાતનું બજેટ કેવુ હશે તેના પર વેપાર જગતની મીટ મંડાયેલી છે. કહેવાય છે કે, રાજય સરકારનું મુખ્યત્વે ફોક્સ ચાલુ યોજનાઓમાં વધારો કરવાનું રહેશે. રાજય સરકાર દ્વારા ગયા વર્ષે 3 લાખ 32 હજાર અને 465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ વખતે બજેટનું કદ 10થી 15 ટકા વધે તેવી શક્યતા છે.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આગાની તા. 19મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. પ્રથમ દિવસે રાજ્યપાલનું પ્રવચન ત્યારબાદ સ્વર્ગસ્થ થયેલા ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ અર્પીને સભાગૃહ મુલત્વી રહેશે. બીજા દિવસે નાણામંત્રી વર્ષ 2025-26ના વર્ષનું અંદાજપત્ર રજુ કરશે. આ બજેટમાં મહિલાઓ માટે ખાસ યોજનાઓ અમલમાં મુકવામાં આવે તેવી શક્યતા છે. ઉપરાંત અન્ય ચાલુ યોજનાઓનુ પણ કદ વધારવામાં આવે તેવી શકયતા છે. આમછતા બજેટનું કદ 10થી15 ટકા વધશે તે ચોક્કસ છે,પણ મુખ્યત્વે રાજય સરકારનુ ફોક્સ અમલીકરણમાં હોવાથી નવી યોજનાઓ કરતા ચાલુ યોજનાઓમાં વધારો કરાય તેવી શકયતાઓ સુત્રોએ વ્યકત કરી રહ્યા છે. રાજય સરકાર દ્વારા ગયા વર્ષે 3 લાખ 32 હજાર અને 465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
ગુજરાત વિધાનસભામાં ગયા વર્ષે 3 લાખ 32 હજાર અને 465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રાજય સરકાર દ્વારા મુખ્યત્વે ચાલુ યોજનાઓ જેવી કે, શિક્ષણ, આરોગ્ય, સમાજ કલ્યાણ, આદિજાતિ વિભાગની યોજનાઓનુ કદ વધારવામાં આવશે. ખાસ તો રાજયમાં જે નવી યુનિવર્સિટીઓ છે તેમને દરવર્ષે આશરે 10 કરોડ જેટલી રકમ માળખાકીય સુવિધા સહિતની રકમ માટે બજેટમાં ફાળવવામાં આવે છે,પણ નવી યુનિવર્સિટીઓમાં હજુપણ વધુ રકમની જરૂરિયાત હોવાથી યુનિવર્સિટીઓના ફાળવાતી રકમમાં વધારો કરવામાં આવે તેવી શકયતા છે. આ માટે નાણા મંત્રી કનુ દેસાઇએ ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને સૂચના પણ આપી હોવાનું મનાય છે. ગુજરાત સરકાર દ્વારા નવી યોજનાઓની કામગીરી અત્યારે ચાલી રહીં છે,પણ હજુ સુધી કોઇ યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યુ નથી. બે જેટલા કાયદામાં પણ સુધારા કરવાની વાત છે. હજુ કોઇ ઠોસ પ્રક્રિયા થઇ નથી.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

