
નવી દિલ્હીઃ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “આજનો દિવસ આપણા સંસ્કૃતિક વારસા માટે આનંદદાયક છે. દરેક ભારતીય માટે ગર્વની વાત છે કે ભગવાન બુદ્ધના પવિત્ર પિપરહવા અવશેષો હવે ભારત પરત આવ્યા છે. આ અવશેષો ભારતના ભગવાન બુદ્ધ અને તેમની શિક્ષાઓ સાથેના ઊંડા સંબંધને દર્શાવે છે. દેશની સમૃદ્ધ સંસ્કૃતિના વિવિધ પાસાઓને સંરક્ષિત રાખવાની પ્રતિબદ્ધતાનો પણ આ પુરાવો છે.” પીએમ મોદીએ આ ઐતિહાસિક પહેલમાં જોડાયેલા તમામ લોકોની પ્રશંસા પણ કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બુદ્ધના પવિત્ર પિપરહવા અવશેષો 127 વર્ષ પછી ભારત પરત આવતાં દેશની સંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ ગર્વનો ક્ષણ ગણાવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, “આ ઘટના ‘વિકાસ પણ, વારસો પણ’ની ભાવનાને સાકાર કરે છે અને ભારતની આધ્યાત્મિક પરંપરાઓને સાચવવા પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.” પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “આજનો દિવસ આપણા સંસ્કૃતિક વારસા માટે આનંદદાયક છે. દરેક ભારતીય માટે ગર્વની વાત છે કે ભગવાન બુદ્ધના પવિત્ર પિપરહવા અવશેષો હવે ભારત પરત આવ્યા છે. આ અવશેષો ભારતના ભગવાન બુદ્ધ અને તેમની શિક્ષાઓ સાથેના ઊંડા સંબંધને દર્શાવે છે. દેશની સમૃદ્ધ સંસ્કૃતિના વિવિધ પાસાઓને સંરક્ષિત રાખવાની પ્રતિબદ્ધતાનો પણ આ પુરાવો છે.” પીએમ મોદીએ આ ઐતિહાસિક પહેલમાં જોડાયેલા તમામ લોકોની પ્રશંસા પણ કરી.
વર્ષ 1898માં ઉત્તર પ્રદેશના પિપરહવા સ્થિત એક સ્તૂપમાં બ્રિટિશ અધિકારી વિલિયમ ક્લોક્સ્ટન પેપે દ્વારા આ પવિત્ર અવશેષોની શોધ કરવામાં આવી હતી. જેમાં હાડકાંના ટુકડા, સ્ફટિકના પાત્રો, સોનાના આભૂષણો અને અન્ય ભેટો સામેલ હતાં, જે બુદ્ધ પરંપરા મુજબ સ્તૂપમાં સંભાળવામાં આવ્યાં હતાં. બ્રાહ્મી લિપિમાં લખાયેલ શિલાલેખ પરથી સ્પષ્ટ થાય છે કે આ અવશેષો શાક્ય વંશ દ્વારા ભગવાન બુદ્ધને સમર્પિત કરવામાં આવ્યા હતા – જે પોતે જ બુદ્ધનો કુટુંબ હતો. 1899માં મોટાભાગના અવશેષો કોલકાતા સ્થિત ઇન્ડિયન મ્યુઝિયમને સોંપી દેવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક અવશેષો બ્રિટિશ અધિકારી પેપેના પરિવાર પાસે ખાનગી રીતે રહ્યા હતા. વર્ષો સુધી આ અવશેષો ખાનગી સંગ્રહમાં જ રહ્યા અને 2025માં તે હંગકંગમાં યોજાયેલી સોથબીઝ નીલામીમાં અચાનક સામે આવ્યા. ભારત સરકારે આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ નિલામી રોકાવી અને કાનૂની તેમજ કૂટનૈતિક પ્રયત્નોથી આ અવશેષોને સુરક્ષિત પરત લાવ્યા.
આ અવશેષો માત્ર ભારત માટે નહિ, પરંતુ સમગ્ર વિશ્વના બૌદ્ધ સમુદાય માટે શ્રદ્ધાનો અને ઐતિહાસિક મહત્ત્વનો મુદ્દો છે. સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આ સિદ્ધિ માટે પીએમ મોદીની પ્રશંસા કરતાં કહ્યું કે, “પિપરહવા રત્નોની પરત વાપસી દરેક ભારતીય માટે ગર્વની વાત છે. ગુમ થયેલી વારસાની આ સૌથી મહત્વપૂર્ણ પુનઃપ્રાપ્તિઓમાંની એક છે.” આ ઐતિહાસિક પ્રયાસમાં ખાનગી ક્ષેત્રનો પણ મહત્વનો ફાળો રહ્યો. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના કાર્યકારી ઉપાધ્યક્ષ પિરૂઝશા ગોદરેજે કહ્યું કે, “અમે આ ઐતિહાસિક ક્ષણમાં યોગદાન આપી ગૌરવ અનુભવી રહ્યા છીએ. પિપરહવા રત્નો માત્ર કળાકૃતિઓ નથી, પરંતુ શાંતિ, કરૂણા અને માનવતા જેવી સંયુક્ત વારસાનો પ્રતીક છે.”
હવે આ પવિત્ર અવશેષોને એક વિશિષ્ટ સમારંભમાં જાહેર પ્રદર્શન માટે મૂકવામાં આવશે જેથી સામાન્ય નાગરિકો અને વિદેશી મુલાકાતીઓ તેને જોઈ અને શ્રદ્ધાંજલિ આપી શકે. આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાને પુનઃપ્રાપ્ત કરવાની દ્રષ્ટિને અનુરૂપ છે. પિપરહવા રત્નોની વાપસી ભારતની છબીને વૈશ્વિક રક્ષક તથા બુદ્ધ મૂલ્યો જેવી શાંતિ, સહાનુભૂતિ અને સમાવેશકતાના વહનકર્તા તરીકે વધુ મજબૂત બનાવે છે.