24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 3,034 ઘટીને રૂ. 1,18,043 થયો
મુંબઈઃ ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (આઈબીજેએ) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 3,034 ઘટીને રૂ. 1,18,043 થયો છે. અગાઉ, ભાવ 1,21,077 પ્રતિ 10 ગ્રામ હતો.
22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ રૂ.1,10,907 થી ઘટીને રૂ.1,08127 થયો છે. દરમિયાન, 18 કેરેટ સોનાનો ભાવ રૂ.90,809 પ્રતિ 10 ગ્રામથી ઘટીને રૂ.88,532 થયો છે. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. ચાંદીના ભાવ રૂ.3,135 ઘટીને રૂ.1,45,031 પ્રતિ કિલો થયા હતા, જે પહેલા રૂ.1,45,031 પ્રતિ કિલો હતા.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. 5 ડિસેમ્બર, 2025 ના સોનાના કોન્ટ્રેક્ટનો ભાવ 1.87 ટકા ઘટીને રૂ.1,18,700 થયો હતો. 5 ડિસેમ્બર, 2025 ના ચાંદીના કોન્ટ્રેક્ટનો ભાવ 0.74 ટકા ઘટીને ₹1,42,301 થયો હતો. LKP સિક્યોરિટીઝના જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે યુએસ અને ચીન વચ્ચે વેપાર સોદાની વાટાઘાટો ફરી શરૂ થવાને કારણે, સોના પ્રત્યેની ભાવના ફરીથી નકારાત્મક થઈ ગઈ છે. રોકાણકારો હવે ફેડના વ્યાજ દરના નિર્ણય પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.


