1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વાવ વિધાનસભાની બેઠકનું કાલે શનિવારે પરિણામ, કોણ બાજી મારશે એની ચર્ચા
વાવ વિધાનસભાની બેઠકનું કાલે શનિવારે પરિણામ, કોણ બાજી મારશે એની ચર્ચા

વાવ વિધાનસભાની બેઠકનું કાલે શનિવારે પરિણામ, કોણ બાજી મારશે એની ચર્ચા

0
Social Share
  • પાલનપુર પાસે જગાણાની ઈજનેરી કોલેજમાં મતગણતરી કરાશે,
  • એસબીપુરાથી જગાણા ચાર રસ્તા સુધી હાઈવે વન-વે કરી ડાયવર્ઝન અપાશે,
  • મતગણતરી કેન્દ્ર બહાર ઝડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મતગણરી કાલે શનિવારે હાથ ધરાશે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પંચના નિર્દેશ મુજબ મતગણતરીની તમામ તૈયારી કરી દેવામાં આવી છે, પાલનપુર નજીક જગાણાની ઈજનેરી કોલેજના બિલ્ડિંગમાં સવારથી મતગણતરી હાથ ધરવામાં આવશે. પ્રથમ પોસ્ટલ વોટની ગણતરી થશે. ત્યારબાદ ઈવીએમના મતોની ગણતરી કરવામાં આવશે. મત ગણતરી કેન્દ્રોની બહાર ઝડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને એક અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. કોણ બાજી મારશે તે કાલે શનિવાર બપોર સુધીમાં ખબર પડી જશે.

ભારતના ચૂંટણી આયોગ દ્વારા 07-વાવ વિધાનસભા મતવિભાગ પેટા ચૂંટણી-2024ની મતગણતરી આવતી કાલે તા.23/11/2024 ના રોજ સરકારી ઈજનેરી કોલેજ, જગાણા, પાલનપુર ખાતે હાથ ધરાશે. મતગણતરી કેન્દ્ર ખાતે મતગણતરી દરમિયાન વ્યવસ્થાના ભાગરૂપે સરકારી ઇજનેરી કોલેજ, જગાણા, તા.પાલનપુર ખાતે હાઇવે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તથા વાહનના અવર-જવર અને ઈમરજન્સી સેવાઓને અસર ન થાય તેમજ કોઈ અટઘટિત ઘટના ન બને તે માટે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ- 33(1) ખંડ (ખ) અન્વયે મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

મતગણતરી દિવસ દરમિયાન પાલનપુરથી અમદાવાદ તરફ જતા વાહનોને એસબીપુરા ચાર રસ્તાથી ડાયવર્ટ કરી જગાણા અશોક લેલન ચાર રસ્તા સુધીનો હાઇવે રોડ વન-વે કરી ડાયવર્ઝન કરવાનું રહેશે. આ હુકમ તા.23/11/2024ના રોજ સવારના 05:00 કલાકથી મતગણતરી પુર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. ઉકત હુકમ ઇમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલ, સરકારી, સુરક્ષા વ્યવસ્થા માટેના તથા ચૂંટણી ફરજ ઉપરના વાહનોને લાગુ પડશે નહીં. સદરહુ પ્રતિબંધનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 131 હેઠળ સજાને પાત્ર ઠરશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજ્જાથી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનારા ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code