1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં 11મી જાન્યુઆરીએ રમાનારી ભારત-ન્યુઝિલેન્ડ મેચની ટિકિટ 15 મીનીટમાં વેચાઈ ગઈ
વડોદરામાં 11મી જાન્યુઆરીએ રમાનારી ભારત-ન્યુઝિલેન્ડ મેચની ટિકિટ 15 મીનીટમાં વેચાઈ ગઈ

વડોદરામાં 11મી જાન્યુઆરીએ રમાનારી ભારત-ન્યુઝિલેન્ડ મેચની ટિકિટ 15 મીનીટમાં વેચાઈ ગઈ

0
Social Share

વડોદરા, 1 જાન્યુઆરી 2026: Tickets for India-New Zealand match in Vadodara sold out in 15 minutes  શહેરના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આગામી 11 જાન્યુઆરીના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન ડે ઇન્ટરનેશનલ મેચ રમાશે. આ મેચને લઈને ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચની ટિકિટ બુક કરાવવા માટે આજે બુક માય શો પર સ્લોટ શરૂ થયો હતો. પરંતુ આ સ્લોટ બુકિંગ શરૂ થયાના માત્ર 10થી 15 મિનિટોમાં જ ટિકિટ સોલ્ડ આઉટ થતા હજારો ક્રિકેટ પ્રેમીઓ નારાજ થયા છે.

વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આગામી 11 જાન્યુઆરીના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન ડે ઇન્ટરનેશનલ મેચ રમાશે. આ મેચ જોવા માટે શહેરના ક્રિકેટરસિયાઓ ઘણ સમયથી ઓનલાઈન ટિકિટ મેળવવના પ્રયાસો કરી રહ્યા હતા. ત્યારે વડોદરા ક્રિકેટ એસો.એ એવી અપીલ કરી હતી કે, લોકોને છેતરવા માટે કેટલીક નકલી વેબસાઈટ પર નકલી ટિકિટોનું વેચાણ થતું હોવાની ફરિયાદો મળી છે. ત્યારે સત્તાવાર વેબસાઈટ અને બુક માય શો પરથી ટિકિટ ખરીદવાનો આગ્રહ રાખવો. મેચના ટિકિટ વેચાવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવ્યા બાદ આજે બુક માય શો પર સ્લોટ શરૂ થયો હતો. પરંતુ આ સ્લોટ બુકિંગ શરૂ થયાના માત્ર 10થી 15 મિનિટોમાં જ ટિકિટ સોલ્ડ આઉટ થતા હજારો ક્રિકેટ પ્રેમીઓ નારાજ થયા છે.

આ અંગે કેટલાક ક્રિકેટ ચાહકોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. સાથે તેઓએ આ ટિકિટોમાં કારાબજારી થઈ હોવાની આશંકા વ્યક્ત કરી નિરાશા અનુભવી રહ્યા છે. આજે બુક માય શો પર સ્લોટ શરૂ થતા જ  10-15 મિનિટમાં તરત જ ટિકિટો સોલ્ડ આઉટ (sold out) થઈ ગઈ હતી. આવું સામાન્ય રીતે તો ના બને, આટલી જલ્દી ટિકિટ કેવી રીતે સોલ્ડ આઉટ થઈ જાય. આમ ટિકિટ ન મળવાથી ક્રિકેટરસિયાઓ નારાજ બન્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code