- મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો અપડેટ નહીં હોય તો જેઇઇનું ફોર્મ રિજેક્ટ થશે,
 - દસ્તાવેજ ખોટો કે જૂનો હશે તો અરજી નહીં સ્વીકારાય,
 - આધાર કાર્ડ, UDID કાર્ડ અને EWS, SC, ST, OBC સહિતના સર્ટિફિકેટ પણ અપડેટ કરાવી દેવાના રહેશે.
 
અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 12ના સાયન્સના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની સાથેસાથે જેઈઈની તૈયારીઓ પણ કરી રહ્યા છે. જેઈઈના 2026ની પરીક્ષા માટેના નિયત સમયમાં ફોર્મ ભરાશે. ત્યારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જેઇઇ મેઇન-2026ને લઈ મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. જેમાં એન્જિનિયરિંગ, આર્ટિચેક્ચર અને પ્લાનિંગની કોલેજોમાં પહેલા વર્ષમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓએ જેઇઇ મેઇન આપવી ફરજિયાત છે. આ પરીક્ષાના ફોર્મ ભરાવાના શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીઓને પોતાના જરૂરી દસ્તાવેજો તૈયાર કરી દેવાના રહેશે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવતી જેઈઈની પરીક્ષા માટે સુચના જાહેર કરવામાં આવી છે. જેમાં ખાસ કરી આધાર કાર્ડ, UDID કાર્ડ અને EWS, SC, ST, OBC સહિતના કેટેગરી સર્ટિફિકેટ પણ અપડેટ કરાવી દેવાના રહેશે. એજન્સી દ્વારા સૂચના અપાઈ છ કે, રજિસ્ટ્રેશન ફોર્મ અને દસ્તાવેજોમાં નામ, જન્મતારીખ અને કેટેગરી સહિતમાં કોઈ પણ તફાવત કે પછી દસ્તાવેજ સરકાર માન્ય નહિ હોય તો અરજી રિજેક્ટ થશે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સ્પષ્ટ કહ્યું છે કે અરજી પ્રક્રિયા દરમિયાન જો કોઈ દસ્તાવેજ ખોટો કે જૂનો હશે તો અરજી સ્વીકારવામાં નહીં આવે.જેઇઇ મેઇન-2026 બે સત્રમાં યોજાનારી છે. જેમાં પહેલું સત્ર જાન્યુઆરી 2026માં યોજાશે, જ્યારે બીજું સત્ર એપ્રિલ-2026 માં યોજાશે. પહેલા સેશન-1 માટેના ઓનલાઇન ફોર્મ-2025થી ભરાશે અને તે એનટીએની વેબસાઇટથી ભરી શકાશે. દસ્તાવેજોમાં નામ, જન્મ તારીખ (ધોરણ 10ના રિઝલ્ટ અનુસાર), ફોટો, સરનામું અને પિતાનું નામ યોગ્ય રીતે અપડેટ થયેલું હોવું જોઈએ.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

