1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વક્ફ બિલના વિરોધમાં અમદાવાદમાં મુસ્લિમ સમાજના દેખાવો, 50 લોકોની અટકાયત
વક્ફ બિલના વિરોધમાં અમદાવાદમાં મુસ્લિમ સમાજના દેખાવો, 50 લોકોની અટકાયત

વક્ફ બિલના વિરોધમાં અમદાવાદમાં મુસ્લિમ સમાજના દેખાવો, 50 લોકોની અટકાયત

0
Social Share
  • શુક્રવારની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરો રસ્તા પર ઉતારી આવ્યા
  • વકફ બિલ પરત ખેંચવા કરી માગણી
  • દેશના અન્ય રાજ્યોમાં પણ મુસ્લિમ સમાજે  વકફ બિલનો વિરોધ કર્યો

અમદાવાદઃ સંસદ દ્વારા વક્ફ સુધારા બિલને મંજુરી મળતા અમદાવાદ સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા દેખાવો કરાયા હતા. શુક્રવારની નમાઝ બાદ પશ્ચિમ બંગાળ, ગુજરાત, બિહાર, ઝારખંડ, તામિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, આસામમાં મુસ્લિમો વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા. આમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.

વક્ફ સુધારા બિલ 2025ને લોકસભામાં મંજૂરી મળ્યા બાદ આખરે મોડી રાતે લાંબી ચર્ચા બાદ રાજ્યસભામાં પણ પાસ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદમાં વક્ફ બિલને લઇને લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. શહેરમાં શુક્રવારની નમાજ બાદ મોટાપાયે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. પ્રદર્શનકારીઓએ આ બિલ વિરૂદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જો કે અમદાવાદ શહેર પોલીસે કડક વલણ અપનાવતાં 50થી વધુ લોકોની અટકાયત કરી હતી. પ્રદર્શન દરમિયાન તણાવભર્યો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ પોલીસે સ્થિતિને કાબૂમાં રાખી હતી. તેમજ મુસ્લિમ વિસ્તારોમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

અમદાવાદમાં શુક્રવારની નમાજ બાદ મુસ્લિમ સમુદાયના લોકો રસ્તાઓ પર એકઠા થયા. તેમનાં પોસ્ટરો અને બેનરો પર લખ્યું હતું- વક્ફ બિલ પાછું લો, યુસીસીનો અસ્વીકાર કરો. લોકોના હાથમાં કાળી પટ્ટી બાંધેલી હતી. ભીડે “સરમુખત્યારશાહી નહીં ચાલે” ના નારા લગાવ્યા હતા પોલીસે. પોલીસે 50 લોકોની અટકાયત કરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code