1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગોધરા-અમદાવાદ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માતમાં ટ્રકનો ચાલક જીવતો ભૂંજાયો
ગોધરા-અમદાવાદ હાઈવે પર  બે ટ્રક વચ્ચે અકસ્માતમાં ટ્રકનો ચાલક જીવતો ભૂંજાયો

ગોધરા-અમદાવાદ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માતમાં ટ્રકનો ચાલક જીવતો ભૂંજાયો

0
Social Share

ગોધરા, 9 જાન્યુઆરી 2026: રાજ્યના હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ગોધરા-અમદાવાદ હાઈવે પર સર્જાયો હતો. અમદાવાદ ગોધરા હાઈવે પર ડોકટરના મુવાડા નજીક બે ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થતાં બંને ટ્રકમાં ભયાનક આગ લાગી હતી. આ અકસ્માતમાં એક ટ્રકના ડ્રાઇવરને બહાર નીકળવાનો મોકો ન મળતાં એ જીવતો ભૂંજાઇ ગયો છે. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે,  ગોધરાથી અમદાવાદ તરફ આઈસ્ક્રીમ ભરીને જઈ રહેલી એક ટ્રક આજે વહેલી સવારે ગોધરા-અમદાવાદ હાઇવે પર આવેલા ડોક્ટરના મુવાડા પાસે ડિવાઈડર તોડીને સામેથી આવતી પથ્થર ભરેલી અન્ય ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. બે ટ્રકો વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ એક ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ટ્રકની કેબિનમાં ફસાયેલા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું. બન્ને ટ્રક વચ્ચે ટક્કર એટલી ભયાનક હતી કે બંને ટ્રકની કેબિનનો આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો હતો અને કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત થયાની ગણતરીની મિનિટોમાં જ એક ટ્રકમાં શોર્ટ સર્કિટ અથવા ઘર્ષણને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. અકસ્માતને કારણે કેબિનમાં ફસાયેલો એક વ્યક્તિ બહાર નીકળી શક્યો નહીં. આગની લપેટમાં આવતા તે વ્યક્તિ કેબિનમાં જ જીવતો ભુંજાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બન્ને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત અને આગના દ્રશ્યો જોઈ આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ગોધરા ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પંચમહાલ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code