1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં 14 વર્ષની સગીરા પર ગેન્ગરેપની ઘટનામાં બે આરોપીની ધરપકડ
વડોદરામાં 14 વર્ષની સગીરા પર ગેન્ગરેપની ઘટનામાં બે આરોપીની ધરપકડ

વડોદરામાં 14 વર્ષની સગીરા પર ગેન્ગરેપની ઘટનામાં બે આરોપીની ધરપકડ

0
Social Share

વડોદરા, 9 જાન્યુઆરી 2026: શહેરના નવા યાર્ડ વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મના બનાવ બાદ પોલીસે તાત્કાલિક પગલા લઈ બે આરાપીને દબોચી લીધા છે. શહેરના નવા યાર્ડ વિસ્તારમાં રહેતી 14 વર્ષથી સગીરા ગઈકાલે દુકાને કોઈ ચીજ વસ્તુ લેવા ગઈ હતી તે દરમિયાન ત્યાં બેઠેલા બે યુવકોએ તેની સાથે વાતચીત કરીને નજીકના મકાનમાં લઈ ગયા હતા. ત્રણથી ચાર કલાક સુધી સગીરાને ગોંધી રાખી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. સગીરાની બુમ સાંભળી આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. બનાવની જાણ પરિવારજનોને થતા ટોળાં જામ્યા હતા અને પોલીસને બોલાવી હતી.

આ બનાવની વિગત એવી છે કે, ગઈકાલે તા. 8 જાન્યુઆરીને ગુરૂવારના રોજ બપોરે ઘરેથી નીકળેલી 15 વર્ષીય સગીરાને ફતેગંજ વિસ્તારમાં રહેતા હર્ષિત મેકવાન અને હેપ્પી નામના યુવકે રૂમમાં લઈ જઈ ત્રણ કલાક સુધી ગોંધી રાખી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિતાના માતાએ ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પીડિતના માતાની ફરિયાદના આધારે બન્ને આરોપીને દબોચી લીધા છે. ગત મોડીરાતે ઘટનાની જાણ થતાં પીડિતાના સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હોસ્પિટાલ દોડી ગયાં હતાં. પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા પીડિતાના પરિવારજો અને સમાજના આગેવાને જણાવ્યું કે, ફરિયાદ નોંધાવવા ગયેલા પરિજનોને પોલીસે તગેડી મૂક્યાં હતાં. જે બાદ સમાજના અન્ય લોકો પરિવાર સાથે પોલીસ સ્ટેશને પહોંચતાં પોલીસે ફરિયાદ નોંધી હતી અને કાર્યવાહી કરી હતી. શરૂઆતમાં જ્યારે તેના માતા-પિતા ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસે તેમને સહકાર ન આપ્યો. ઘટના બપોરે 1 વાગ્યે બની હતી અને તેઓ 1:30 વાગ્યે પોલીસ સ્ટેશને ગયા હતા. ત્યારબાદ સમાજના લોકો ભેગા થયા અને પોલીસને રજૂઆત કરી હતી. હાલમાં સગીરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે શરૂઆતમાં ફરિયાદ લેવાની ના પાડી હતી અને પરિવારના લોકો સાથે ગેરવર્તન કર્યું હતું. અમારી એક જ માંગણી છે કે, આરોપીઓને સખતમાં સખત સજા કરવામાં આવે.

આ બનાવવા બાદ ફતેગંજ પોલીસ સગીરાને લઈ સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી અને ત્યાં પણ ટોળા જામતા ઉત્તેજના ભર્યા દ્રશ્યો સર્જાયા હતા. જોઈન્ટ પોલીસ કમિશનર નાયબ પોલીસ કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનર સહિતના અધિકારીઓ કાફલા સાથે આવી જતા સ્થિતિ થાળે પાડી હતી. ઉપરોક્ત બનાવ અંગે ફતેગંજ પોલીસે બળાત્કારનો ગુનો નોધી હર્ષિત મેકવાન અને હેપ્પી નામના યુવકને દબોચી લીધા છે. બંને યુવકો 19 અને 20 વર્ષના છે. હાલમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code