1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભિલોડા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકસવાર બેના મોત
ભિલોડા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકસવાર બેના મોત

ભિલોડા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકસવાર બેના મોત

0
Social Share

મોડાસા,4 જાન્યુઆરી 2026: Two bikers die in accident between car and bike near Bhiloda અરવલ્લી જિલ્લાના ભિલોડા નજીક ધોલવાણી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી કારે બુલેટને અડફેટે લેતા બુલેટસવાર ત્રણ વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા.જેમાં બેના મોત નિપજ્યા હતા.જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે,  અરવલ્લીના ભિલોડાના ધોલવાણી પાસે કાર અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બેફામ આવતી કારચાલકે ત્રણ સવારી બુલેટને જોરથી ટક્કર મારી હતી. આ ઘટનામાં બાઈક પર સવાર ત્રણ યુવક ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મયુર ખરાડી અને મનોજ પાંડોર નામના બે યુવકના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત યુવકને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બાઈકસવાર મૃતક ભૂતાવળ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને પોલીસ તથા 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી,  સમગ્ર બનાવને લઈને પોલીસે કારચાલક સામે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. અને પોલીસે કારચાલકની ધરપકડ કરી છે. તેમજ ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી પણ તપાસમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code