1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના રાંદેર વિસ્તારમાં નજીવી બાબતે બે જુથ બાખડી પડ્યા, બે આરોપીની ધરપકડ
સુરતના રાંદેર વિસ્તારમાં નજીવી બાબતે બે જુથ બાખડી પડ્યા, બે આરોપીની ધરપકડ

સુરતના રાંદેર વિસ્તારમાં નજીવી બાબતે બે જુથ બાખડી પડ્યા, બે આરોપીની ધરપકડ

0
Social Share

સુરત, 7 એપ્રિલ 2026: Two groups clashed over a trivial matter શહેરના રાંદેર વિસ્તારમાં નજીવી બાબતે બે જૂથ રોડ પર બાખડી પડ્યા હતા. હથિયારો સાથે મારામારી થતા બંન્ને જૂથે એક મનિટિ સુધી રોડને બાનમાં લઈને ધમાલ મચાવી હતી. એટલું જ નહીં મારામારી સમયે એક યુવક માર ખાતાની સાથે જ રોડ પર જોરદાર પછડાયો હતો. જ્યારે અન્ય કેટલાક શખ્સો મારામારી કરીને ત્યાંથી ભાગી જતા હોવાના CCTV કૂટેજ વાયરલ થયા છે.  આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. રાંદેર પોલીસે બે શખસોને દબોચી લીધા હતા. અને અન્ય આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, શહેરના જહાંગીરાબાદ પાસે આવેલી રામા રેસિડેન્સીના ગેટ પાસે મોહિત કપૂર, તેનો નાનો ભાઈ યશ અને ફોઈનો દીકરો સમર્થ ઉભા હતા. આ દરમિયાન એક શખસ બાઈક પર ત્યાંથી પસાર થયો હતો. રસ્તો ક્રોસ કરતી વખતે સામે જોવા જેવી બાબતે યશ સાથે તેની બોલાચાલી થઈ હતી. હુમલાખોર તે સમયે તો ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ થોડી જ વારમાં તે પોતાના સાગરીતો સાથે બાઈક પર પરત ફર્યો હતો અને જીવલેણ હુમલો કર્યો હતો. બોલાચાલીના થોડા સમય બાદ, હુમલાખોર અન્ય 5 શખસેને બે બાઈક પર લઈને ધસી આવ્યો હતો. આ ટોળકી પાસે ચપ્પુ, લાકડાના ધોક્કા અને બેલ્ટ સહિતની વસ્તુઓ હતી. તેમણે આવતાની સાથે જ સમર્થ પર ચપ્પુથી હુમલો કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે મોહિત અને તેનો નાનો ભાઈ વચ્ચે પડ્યા, ત્યારે હુમલાખોરોએ તેમના પર પણ હુમલો કરી દીધો અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પોલીસ તપાસમાં મહત્વના પુરાવા બન્યા છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે બાઈક પર આવેલા શખસો કઈ રીતે બેફામ બનીને ફરિયાદી અને તેના ભાઈઓને માર મારી રહ્યા છે. લગભગ એક મિનિટ સુધી રોડ પર આ ખૂની ખેલ ખેલાયો હતો. એટલું જ નહીં મારામારી સમયે એક યુવક માર ખાતાની સાથે જ રોડ પર જોરદાર પછડાયો હતો. જ્યારે અન્ય કેટલાક શખસો મારામારી કરીને ત્યાંથી ભાગી જતા હોવાનું પણ CCTVમાં સ્પષ્ટ દેખાઈ છે.

રાંદેર પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, માત્ર રસ્તો ક્રોસ કરતી વખતે ‘સામે કેમ જુઓ છે’ તેવી સામાન્ય બોલાચાલી જ આ હુમલાનું કારણ બની હતી. હુમલાખોરોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને, હથિયારો એકઠા કરી માત્ર પોતાની ધાક જમાવવા માટે યુવાનોને નિશાન બનાવ્યા હતા. જ્યારે આ બબાલમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા રાંદેર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે હુમલામાં સામેલ ત્રણ શખસ ઉગત કેનાલ રોડ પાસે ઉભા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને અનિલકુમાર ઉર્ફે રોની ભટ્ટ (ઉંમર 19) અને સાહીલ પવાર ( ઉંમર 18)ની ધરપકડ કરી છે. જ્યારે તેમની સાથે રહેલા કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરની પણ અટકાયત કરી લેવામાં આવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code