
- સ્કૂટર પર નોકરીએ જઈ રહેલા બે યુવાનો મોતને ભેટ્યા,
- અક્સામતને લીધે લોકોના ટોળાં એકઠા થયા,
- પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
દાહોદઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે આજે ગોધરા-દાહોદ હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. વહેલી સવારે ગોધરા નજીક કાર અને સ્કૂટર વચ્ચે અક્સ્માત સર્જાયો હતો. સ્કૂટર લઇને નોકરી જઇ રહેલા બે યુવકોને કાર ચાલકે અડફેટે લેતાં બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકોના મૃતદેહને પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, પંચમહાલ જિલ્લાના ગોધરામાં દાહોડ રોડ પર સ્વામિનારયણ મંદિર નજીક કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્કૂટર પર સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ યુવકો ખાનગી કંપનીના ઓટોમોબાઇલ શોરૂમમાં નોકરી કરતા હતા. અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
આ દરમિયાન ટોળામાંથી જાગૃત નાગરિકે પોલીસને અકસ્માતની જાણ કરી હતી. અકસ્માતને પગલે પોલીસ ઘટનાસ્ળે પહોંચી ગઇ હતી અને બંને મૃતકોના મૃતદેહને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં એક યુવાન ગોધરા અને એક યુવાન મોરવા હડફ તાલુકાના કુવાજર ગામનો હોવાનું જાણવા મળ્યુ છે. હાલમાં મૃતકોના પરિવારજનોનો આ બનાવની જાણ કરવામાં આવતાતેમના પરિવારજનો દોડી આવ્યા હતા.