1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કડીના કલ્યાણપુર રોડ પર શ્રમિકના નિંદ્રાધિન બે બાળકો પર જેસીબી ફરી વળતા મોત
કડીના કલ્યાણપુર રોડ પર શ્રમિકના નિંદ્રાધિન બે બાળકો પર જેસીબી ફરી વળતા મોત

કડીના કલ્યાણપુર રોડ પર શ્રમિકના નિંદ્રાધિન બે બાળકો પર જેસીબી ફરી વળતા મોત

0
Social Share

મહેસાણા, 2 એપ્રિલ 2026: Two sleeping children of a worker die after JCB hits  જિલ્લાના કડી તાલુકામાં ગત રાત્રે કલ્યાણપુર નજીક રોડની બાજુમાં નિદ્રાધીન શ્રમિક પરિવારના બે માસૂમ બાળકો પર જેસીબી ફરી વળતા બંને બાળકોના કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માતને પગલે શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ કડી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને તપાસ શરૂ કરી છે.

 આ બનાવની વિગત એવી છે કે,  કડીના કલ્યાણપુર પાસે આવેલી શિવશક્તિ જીનીંગની સામેના માર્ગ પર આ અકસ્માત સર્જાયો હતો. એક શ્રમિક પરિવાર દિવસભરની મજૂરી બાદ થાકીને રોડની નજીક સાઈડમાં સૂતો હતો. આ દરમિયાન રાત્રિના અંધકારમાં પૂરપાટ ઝડપે આવતા એક જેસીબીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને જેસીબી સૂતેલા પરિવાર પર ચડાવી દીધું હતું. જેસીબીના તોતિંગ ટાયરો નીચે આવી જવાથી આ પરિવારના બે માસૂમ બાળકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે બાળકોને બચાવવાની કોઈ તક મળી ન હતી. આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં કાળમુખું જેસીબી માસૂમોનો ભોગ લઈ ચૂક્યું હતું. ઘટનાની જાણ થતા જ કડી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને તપાસ શરૂ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code