
- અકસ્માત બાદ કારચાલક મહિલા નાસી ગઈ
- અકસ્માતમાં બાઈકસવાર એક યુવાનને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો
- પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે નારણપુરા વિસ્તારમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. નારાણપુરા વિસ્તારમાં ચારરસ્તા પર કારએ ટક્કર મારતા બાઈકસવાર બે યુવાનો રોડ પર પટકાયા હતા. જેમાં એક બાઈકસવાર યુવાનનું મોત નિપજ્યુ હતુ. જ્યારે બીજા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવ બાદ કારની મહિલાચાલક અન્ય વાહનમાં નાસી ગઈ હતી. આ અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી.
શહેરના નારણપુર વિસ્તારમાં મોડી રાતે પોસ્ટ ઓફિસ પાસે આવેલા ચાર રસ્તા પાસે મહિલા કારચાલકે ટુ વ્હીલરને ટક્કર મારતાં બાઇક પર સવાર બે યુવકો પૈકી એકનું મોત નીપજ્યું છે, જ્યારે બીજા યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં હોસ્પિટલ ખસેડાયો છે. મહિલા અકસ્માત સર્જાયા બાદ મહિલા નાસી ગઇ હતી. આ બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. અને મહિલાકારચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના નારણપુરા વિસ્તારમાં ક્રોસ રોડ પર એક મહિલાએ ક્રેટા કારમાં જઈ રહી હતી ત્યારે કારએ ટક્કર મારતા બાઇક સવાર બે યુવાનો રોડ પર પટકાયા હતા. આ ઘટનામાં એક યુવકનું મોત થયું છે. જ્યારે બીજા યુવાનને ઈજા પહોંચી છે. પૂરપાટ ઝડપે કાર ચલાવી રહેલી મહિલા અકસ્માત સર્જી ફરાર થઈ ગઈ હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકને સારવેર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અકસ્માત બાદ મહિલા કાર છોડી ફરાર થઈ ગઈ હતી. અકસ્માત બાદ કાર ઝાડમાં અથડાઈ હતી. બાઇકમાં સવાર બંને યુવકો ગીર સોમનાથ જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.