- ગુજરાતમાં 34 જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનશે
- સેમિકન્ડક્ટર મિશન ISM 2.0 લોન્ચની જાહેરાતથી ગુજરાતને મોટો ફાયદો થશે
- લોકલ ઈકોનોમીને ગ્લોબલ ચેલેન્જથી ફાયદો થશે
- જામનગરમાં WHO ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનાવવામાં આવશે
- કેન્સર અને ડાયાબિટીસ સહિત રેર બીમારીઓની દવા સસ્તી થશે,
અમદાવાદ,1 ફેબ્રુઆરી 2026: કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે સંસદમાં રજુ કરેલા બજેટમાં જે જાહેરાત કરવામાં આવી છે એમાં ગુજરાતને ઉદ્યોગો સહિત અનેક સેકટરમાં ફાયદો થશે. રાજ્યના 34 જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનશે તો SME-MSME ગ્રોથ ફંડ માટે 10 હજાર કરોડની જાહેરાત અને સેમિકન્ડક્ટર મિશન ISM 2.0 લોન્ચની જાહેરાતથી ગુજરાતમાં MSMEથી લઈ સેમિકન્ડક્ટર સેકટરને ફાયદો થશે.
ફાર્મા ઉદ્યોગકારોના કહેવા મુજબ કેન્દ્ર સરકાર આ બજેટથી મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માંગે છે ત્યારે ગુજરાતને પણ આનો ફાયદો મળશે. જામનગરમાં WHO ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનાવવામાં આવશે. તો જિલ્લા હોસ્પિટલમાં ટ્રોમા-ઇમરજન્સી ક્ષમતા વધારાશે. અમદાવાદ જિલ્લો ફાર્મા કંપનીઓનું હબ છે. ત્યારે બજેટની જાહેરાતથી ચોક્કસથી ફાયદો થશે. 17 કેન્સરની દવાઓ પરની આયાત ડ્યુટી હટાવાઈ છે અને 7 રેર બીમારીની દવાઓ પણ ડ્યુટી ફ્રી છે. જેના કારણે કેન્સર અને ડાયાબિટીસ સહિત રેર બીમારીઓની દવા સસ્તી થશે.
બજેટમાં સેમી કન્ડકટર માટે કરેલી જાહેરાતથી ગુજરાતને ફાયદો થશે. હાલ ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે સેમી કન્ડકટર ઉદ્યોગના હબ તરીકે ઓળખાતા ગુજરાતમાં સેમિકન્ડક્ટર બનાવતી કંપનીઓએ હવે રસ દાખવ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં 5 મોટા સેમિકન્ડક્ટર પ્લાનને મંજૂરી મળી એમાં આસામને બાદ કરતાં 4 પ્રોજેક્ટ ગુજરાતના ફાળે આવ્યા છે.આગામી સમયમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ વિશ્વ સમક્ષ ગુજરાતની આગવી ઓળખ ઊભી કરશે.
આ ઉપરાંત SME-MSME ગ્રોથ ફંડ માટે 10 હજાર કરોડની જોગવાઈથી રાજકોટ-મોરબી સહિતના શહેરમાં ઔધોગિક વિકાસ થશે અને ત્યાંના ઉદ્યોગને પ્રોત્સાહન મળશે.


